________________
માનવામાં આવી છે-ત્રણ આદિ પરમાણુઓમાં આદિ, મધ્ય અને અવસાન (અન્ત) ભાવરૂપ જે નિયતક્રમ છે તે ક્રમની અપેક્ષાએ વ્યવસ્થાપનની ગ્યતા છે તેથી તે યોગ્યતાની અપેક્ષાએ તે ત્રણ આદિ પરમાણુઓમાં આનુપૂર્વી. તાને સદભાવ માનવામાં કોઈ વાંધે રહેતો નથી.
અનૌપનિધિશ્રી અનુપૂર્વી માં જે વિવિધતા પ્રકટ કરવામાં આવી છે તેનું કારણ નીચે પ્રમાણે છે–સામાન્ય રીતે તે આ સાત નય છે-નગમ, સંગ્રહ, વ્યવહાર, અનુસૂવ, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત તે સાતે નયને મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકાય છે-(૧) વ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક દ્રવ્ય જ પરમાર્થતઃ (વાસ્તવિક રૂપે) છે–પર્યાય નથી, આ રીતે દ્રવ્યને જ સ્વીકાર કરનારા નયને દ્રવ્યાર્થિક નય કહે છે.
પર્યાયે જ વારતવિક સત્ છે-દ્રવ્ય વાસ્તવિક સત્ (વિદ્યમાન વસ્તુ) નથી, આ રીતે પર્યાને જ વાસ્તવિક રૂપે સ્વીકારનારા નયને પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. નગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય, આ ત્રણે
દ્રવ્યનું જ પ્રતિપાદન કરનારા હોવાથી દ્રવ્યાર્થિક નયમાં તેમને સમાવી લેવામાં આવ્યા છે જુસૂત્રનય, શબ્દનય, સમધિરૂઢ નય અને એવભૂત નય, આ ચારે ન પર્યાનું જ પ્રતિપાદન કરનારા હોવાથી તેમને પર્યાયાર્થિક નયમાં સમાવી શકાય છે. સામાન્ય રૂપે દ્રવ્યાર્થિક નય બે પ્રકારે છે–(૧) વિથદ્ધ અને (૨) અવિશુદ્ધ નૈગમ અને વ્યવહાર, આ બને નય અવિશુદ્ધ છે અને સંગ્રહનય વિશુદ્ધ છે. નિગમ અને વ્યવહાર નય અનંત પરમાણુ, અનંતદ્વયાશુક આદિ અનેક વ્યક્તિ સ્વરૂપ (વસ્તુસ્વરૂપ) અને કૃષ્ણ આદિ અનેક ગુણના આધારભૂત અથવા ત્રિકાલવતી એવા અવિશુદ્ધ દ્રવ્યને વિષય કરે છે (પ્રતિપાદન કરે છે, તેથી તે બને નયને અવિશુદ્ધ કહ્યા છે. સંગ્રહનયને વિશુદ્ધ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે સંગ્રહનય જાતિની અપેક્ષાએ પરમg આદિ એક સામાન્ય રૂ૫ દ્રવ્યને જ વિષય કરે છે તે નયની માન્યતા અનુસાર તે અનેક ભિન્ન ભિન્ન પરમાણુઓ પણ પરમાણુ આદિ રૂપ સમાનતાવાળા હોવાને લીધે એક જ છે. ગુસમૂહ તરફ તેની દષ્ટિ જતી નથી, કારણ કે ગુણ પણ એક પ્રકારની પર્યાય જ છે. દ્રવ્યગત પૂર્વાપર વિભાગને પણ તે માનતો નથી તેથી આ બધી બાબતને ગૌરૂપ ગણીને તે નય માત્ર નિત્ય સામાન્ય ધર્માત્મક વિશુદ્ધ દ્રવ્યનું જ પ્રતિપાદન કરનાર હોવાથી તેને વિશદ્ધનય માનવામાં આવ્યો છે, કારણ કે આ નયને વિષય અનેકવ આદિ નથી સામાન્યરૂપ દ્રવ્યત્વમાં અનેકત્વ આદિ તે તે નયની માન્યતા પ્રમાણે દૂષણરૂપ છે. તેથી અનેકવ આદિ દેથી વિહીન સામાન્યરૂપ શુદ્ધ દ્રવ્યનું પ્રતિપાદન કરનાર હોવાને કારણે સંગ્રહનયને વિશુદ્ધ નય કહેવામાં આવ્યો છે અહીં દ્રવ્યાનુપૂવીને અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર અહી દ્રવ્યાર્થિ: નયની માન્યતા અનુસાર જ દ્રવ્યાનુપૂવીના શુદ્ધ અશુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરશે-પર્યાયાર્થિક નયના મત અનુસાર અહીં તેનું નિરૂપણ કરશે નહીં સૂ૦૭૩
અનુયોગ દ્વાર સુત્રમ
૧૦૫