________________
અને (૫) અભિપ્રાય. આ રીતે પરકીય ભાવનું (અભિપ્રાયનું) યથાર્થ પરિજ્ઞાન થવું તેનું નામ ભાવપક્રમ છે. (તથ) ને આગમભાવપક્રમના જે બે પ્રકાર કહેવામાં આવ્યા તેમાંનો જે અપ્રશસ્ત ભાવ૫ક્રમ કહ્યો છે તેને સદૂભાવ ડોડિણિ બ્રાહ્મણી, ગણિકા અને અમાત્ય વગેરેમાં જાણવો. હવે આ ડિણિ બ્રાહ્મણી આદિના અપ્રશસ્ત ભાવપકમને સમજાવવાને માટે અહીં તેમની કથા આપવામાં આવી છે. તે ત્રણે બધાંના અભિપ્રાયને પરિજ્ઞાત કરવાને સમર્થ હતા. તેમને તે ભાવપક્રમ નેઆગમની અપેક્ષાએ અપ્રશસ્ત ભાપક્રમરૂપ હતું. તેમને ભાવપક્રમ અપ્રશસ્ત તે કારણે હતું કે તે સંસારરૂપ ફલને જનક હતે. ડેડિણિ આદિએ જે પ્રકારે અન્યને અતિપ્રાય જાણ્યો હતો તે પ્રકારનું અહીં પ્રસંગવશ કથન કરવામાં આવે છે–કોઈ એક ગામમાં ડેડિણી નામની એક બ્રાહ્માણી રહેતી હતી. તેને ત્રણ પુત્રીઓ હતી. તેણે તે ત્રણેના વિવાહ કરી નાખ્યા. પુત્રીઓને વિવાહ કર્યા બાદ તેને એ વિચાર આવે કે ત્રણે જમાઈઓને અભિપ્રાય વિભાવ) જાણી લઈને મારે મારી પુત્રીઓને એવા પ્રકારની શિક્ષા આપવી જોઈએ કે તે શિક્ષાને અનુરૂપ જીવન છવીને તેઓ પિતાના જીવનને સુખી બનાવી શકે. આ પ્રકારનો વિચાર કરીને તેણે પોતાની ત્રણે પુત્રીઓને બોલાવીને આ પ્રમાણે સલાહ આપી
આજે જ્યારે તમારા પતિ તમારા શયનખંડમાં આવે ત્યારે તમારે કઈ કલ્પિત દોષ બતાવીને તેમના મરતક પર લાત મારવી. ત્યારે પ્રતિકારરૂપે તેઓ તમને જે કંઈ કહે અથવા જે કંઈ કરે તે સવારમાં મને કહેવાનું છે. તે ત્રણે પુત્રીઓએ માતાની સલાહ પ્રમાણે જ કર્યું–તેઓ પિતતાના શયનખંડમાં ચાલી ગઈ અને પોતપોતાના પતિની પ્રતીક્ષા કરવા લાગી. સૌથી મોટી પુત્રીને પતિ જયારે શયનખંડમાં આવ્યું, ત્યારે તેણે તેના પર કે ઈદેષનું આર. ૫ણ કરીને તેના મસ્તક પર એક લાત લગાવી દીધી. લાત ખાતાની સાથે જ તેના પતિએ તેને પગ પકડીને તેને આ પ્રમાણે કહ્યું-“પ્રિયે ! પથ્થરથી પણ કઠોર એવાં મારા મસ્તક પર તમે કેતકીના પુષ્પસમાન કોમળ પગ વડે જે લાત મારી છે તેને લીધે તમારા નાજુક ચરણ દુખવા માંડયા હશે.” આ પ્રમાણે કહીને તેણે તેના તે પગને દાબવા માંડ, બીજે દિવસે તે મોટી પુત્રીએ આ સમસ્ત વાત તેની માતાને કહી સંભળાવી. તે વાત સાંભળીને માતાને (ડાડિણી બ્રાહ્મણીને) ઘણે જ આનંદ થયે. જમાઈના આ પ્રકારના વર્તનથી તેના સ્વભાવને તે સમજી ગઈ. તેણે તેની મોટી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી. “તું તારા ઘરમાં જે કરવા ધારે તે કરી શકીશ, કારણ કે તારા પતિના આ વ્યવહારથી એવું લાગે છે કે તે તારી આજ્ઞાને અધીન રહેશે.”
બીજી પુત્રીએ પણ પિતાના પતિ સાથે જ એ જ વર્તાવ બતાવ્યો-જે તે શયનખંડમાં પ્રવેશ્યો કે તુરત જ કઈ દેષનું આરોપણ કરીને તેણે તેના મસ્તક પર એક લાત લગાવી દીધી. ત્યારે તેના પતિને છેડે રેષ ઉપજો. તેણે પિતાને રાષ માત્ર આ શબ્દ દ્વારા જ પ્રકટ કર્યો-“મારી સાથે તે જે વર્તાવ કર્યો છે, તે કળવધુઓને એગ્ય વર્તાવ ન ગણાય તારે આવું કરવું જોઈએ નહીં” આ પ્રમાણે કહીને તે શાન્ત થઈ ગયે. પ્રાતઃકાળે બીજી પુત્રીએ પણ આ બધી વાત સંભળાવી
અનુયોગ દ્વાર સુત્રમ