________________
८५
મરે તેવા ભયાનક- જાણે વજપાત થતો હોય તેવા વિજળીના કાટકા કરતાં પણ ભયંકર અવાજના કટકા કરવા માંડયા. નદીએમાં પ્રલયનાં પૂર ઉભરાવ્યાં, નદીઓએ ચારે તરફ પ્રલય તાંડવના ખેલ ખેલવા માંડયાં. ઝેરી ગેસના ધુમાડાના ગોટેગોટા ઉત્પન્ન કર્યા, તે તેના આત્માને શાંતિ ન વળી.
વિધુત્પાતસ્તથા વ્યાધિ, પાધિશ સહસ્રશઃ. ભૂકપૂસ્તમ સાચ્છન્ન, નભ: પક્ષિતૈયુતમ્ ૧૦ના
(૧૦) આટલું તે હજી અધુરૂં હોય તેમ, લપકારા લેતી વિજળીએ ચારે તરફ પડવા માંડી, જાણે લાવ લકર લઈને આવી હાય, તેમ હજારો આધિ, વ્યાધિ અને ઉપાધીઓ ખડકાવા માંડી, ચારે બાજુ ધરતીકંપ થવા માંડયો, ગગનચુંબી ઈમારત ધરાશયી થવા માંડી. આકાશમાં ઘનઘોર અંધકાર વ્યાપી રહ્યો. ચારે તરફ વિનાશનાં તાંડવ ખેલાવા માંડયાં. પંખીડાંઓ ભયગ્રસ્ત દશામાં કલરવ કરવા માંડયાં.
શિલાવૃષ્ટયાહતાઃ કચિત, કેચિવાયુરયાહતાઃ | પતતિ, વ્યાકુલાઃ ચિત્, શુષ્કકંઠા: પિપાસવઃ ૧૧૫
(૧૧) આવા પ્રલયના તાંડવમાં ભાગ્યશાળી હશે તેજ બચ્યો હશે. બાકી તો કેટલાએ પશુ, પક્ષી અને માનવ સમુદાય શિલાવૃષ્ટિથી ઘવાયા, કેટલાયે પ્રચંડ આધિના તોફાનથી ઘવાયા, કેટલાયના ભય ત્રસ્ત દશામાં પાણીના અભાવે કંઠ શેષાવા માંડયા. પ્રાણી માત્ર આ તાંડવને ભોગ બન્યાં.
સમન્તાજલતિગ્રામે, હાહાકારયુતા નરાઃ | શબ્દાઘાન બધિરા, દષ્ટા: સદિભિસ્તથા ૧રા
(૧૨) જાણે સારાયે નગરે અગન પછેડી ઓઢી હોય તે દેખાવ થઈ રહ્યો હતો. આગથી ભડભડ બળતા આ નગરના પ્રજાજનોમાં હાહાકાર વરતાઈ રહ્યો હતો. જાણે આકાશ તૂટી પડયું હાય તેવા ગગનભેદી અવાજથી કેટલાય માનવોના કાનના પડદા
અભુત નવસ્મરણ
૯૭