________________
૫૩
આનન્દસિન્થ તરંગમાં થઈ મગ્ન અતિ અનુરાગથી, ગુણકીર્તને અસમર્થ થઈ ને નમ્ર બનતા ભાવથી.
- હે પ્રભુ ! આપનો દિવ્ય પ્રભાવે જોઈ ભવનપતિ, વ્ય-ત્તર, જયોતિષી અને વૈમાનિક દેવો વગેરે આપની અમૃતમય વાણી સાંભળતાં આનંદસાગરના તરંગમાં પ્રેમથી નિમગ્ન થઈ ભક્તિભાવથી આશ્ચર્યના આવેશમાં આપને નમસ્કાર કરે છે.
(૪૫). તુલ્ય નમઃ સકલ-મંગલ-કારકાય, તુભ્ય નમઃ સકલ-નિવૃતિ-દાયકાય . તુભ્ય નમઃ સકલ-કમ-વિનાશકાય, તુભ્ય નમઃ સકલ-તત્ત્વ-નિરૂપકાય છે તું છે સકલમંગલવિધાયક, નાથ ! હું તુજને નમું, તું છે સકલસુખશાન્તિદાયક, નાથ ! હું તુજને નમું.