________________
પત્ર
(૪૩) હે પરમાત્મા ! આપની વાણી દિવ્ય છે, આપના ગુણો દિવ્ય છે, આપને યશ દિવ્ય છેઃ આપની ભાવસમતા દિવ્ય છે, અને પ્રભુતા પણ અનુપમ અને દિવ્ય છે. તેથી હે વિભુ ! મને તો એમ જ લાગે છે કે આપના તુલ્ય જગતમાં બીજું કઈ છે નહિ. કારણ તારાના સમૂહ ચમકે છે, પણ તે કદી સૂર્ય જેવો પ્રકાશ આપી શકતા નથી.
દિવ્ય પ્રભાવ-અવલોકય સુરાદયસ્તે, પીયુષ-સાર-વચનાનિ નિશસ્ય સમ્યક | આનન્દ-વારિધિ-તરંગ-નિમગ્ન-ચિત્તા
સ્વવર્ણના-ક્ષમતયા મણમતિ ભાવાત્ ા તવ દિવ્ય મહિમા જોઈ સુરનર અસુર કિન્નર જ્યમ બધા, પીયૂષસમ વાણી તમારી ભાગ્યવશ સુણતા કદા.