________________
૫૧.
(૪૨). હે પ્રભુ ! આપના ચરણકમળો પૃથ્વી પર જ્યાં પગલાં ભરે છે તે ભૂમિ વિષમ હોય તો પણ સમ થઈ શાતાકારક થાય છે. સર્વ ઋતુઓ એકીસાથે આનંદદાયક નિવડે છે. તેથી આપના ચરણકમળ એજ ક૯પતરૂ છે.
A (૪૩) દિવ્ય ધ્વનિર્ગુણગણી યશોપિ દિવ્ય', દિવ્યાપિ ભાવસમતા પ્રભુતાપિ દિવ્યા ! તસ્માદ્ વિભો ! કૂવ તુલના ભુવનત્રયેપિ,
જ્યોતિર્ગણાઃ કિમિ ભાનુસમા વિભાન્તિ ? છે દિવ્ય તારૂ વચન જિનવર ! વળી ગુણગણ દિવ્ય છે, જે દિવ્ય છે યશ દિવ્ય સમતી વળી પ્રભુતા દિવ્ય છે. તેથી પ્રભો ! તવ સમ જગતમાં કોઈ બીજું છે નહીં, તારા ભલે ચમકે કદી પણ સૂર્યસમ થાય નહી.