________________
જેમ જાણ થાયે સમયની રવિચન્દ્રથી જંગમાં સદા, બે પાંખથી પંખી તણું ઉડવું ગગનમાં સર્વદા , તેમજ ક્રિયા ને જ્ઞાનથી સંસારના ઉત્કર્ષનું, કારણું બતાવ્યું નાથ ! તે હિતકર સદા જીવો તણુ'.
( ર ) જેમ સમયની એટલે દિવસ-રાત્રીની જાણ જગતમાં સૂર્યચંદ્રના ઉદય અને અતથી થાય છે, અને જેમ પક્ષીઓ આકાશમાં બે પાંખ વડે ઉડી શકે છે તેમ, હે ભગવન ! ભવ્ય જીવોને સંસારથી ભિન્ન, અવિનાશી એક્ષપદ પામવાને માટે જ્ઞાન અને ક્રિયા–દ્વારા આપે મોક્ષમાર્ગ અતાવ્યા છે.
(૨૩) આનાદિક હદિગત વિષમ વિષાક્તમ્, સંસાર-કાનન-પરિભ્રમણક-હેતુસૂા .