________________
२७
પીયૂષને પીધા છતાં જે અમર માનવ ના અને, આરોગ્યમય જીવન ભલે બહુ કાળ તે ધારણ કરે, પણ આપની વાણી અલૌકિક અમર રસનું પાન છે, પીતાં અમરપદ પ્રાપ્ત થાયે (જે) સિદ્ધૃસુખની ખાણ છે. ( ૨૦ )
હે નાથ ! આ લેકમાં મનુષ્ય અમૃતરસ પીધા થકાં લાંબે કાળ ત ંદુરસ્ત જીવન ગાળે છે પણ તેથી કાંઈ અમર બનતા નથી, પણ આપની અમૃતમય સ્યાદ્વાદ વાણીનું જે ભવ્ય જીવ પાન કરી તેના અલૌકિક રસના આરવાદ કરે છે તે અજર અમર મેાક્ષપદને પ્રાપ્ત કરે છે.
( ૨૧ ) ચક્રી યથા વિપુલ-ચક્ર-ખલાદખંડ, ભૂમંડલ પ્રભુતયા . સમલ કરાતિ । રત્ન–ત્રણેય મુનિનાથ ! તથા પૃથિવ્યાં, જૈનેન્દ્ર–શાસન–પરાન્ ભવિના વિધસ્સે ।