________________
- હે પ્રભુ ! સર્વ લેકમાં ઉત્તમ તથા સર્વ રીતે મંગ લકારી એવું આપનું મુખરૂપી ચંદ્ર–મંડળ, આનંદ મંગ ળના ધામ સમોસરણમાં દેશનારૂપી અમૃતરસનો જેમાંથી ઝરે વહે છે તેવું મુક્તિધામ આપનારૂં મુખચંદ્ર જોઈ ચુકાર પક્ષી જેવા ભવ્ય જીવસમૂહો સદા હર્ષ પામે છે.
( ૧૭ ) : ભ્રાત્યાપિ ભદ્ર-મુદિત ભવદીય—નામ, સિવિધાયિ ભગવદ્ ! સુકૃતાનિ સૂતે
અજ્ઞાનતાપિ પતિતં સિતખંડ–ખંડમ્ ,
ધત્તે મુખે મધુરિમાણ—મખંડ–મેવ કલ્યાણકારી નામ તારું ભૂલથી પણ જે ગ્રહે. હે નાથ ! સંપદ્-સિદ્ધિ-સુખ ને પુણ્ય સાચું તે લહે, અજ્ઞાનથી સાકર તણા પણ ખંડ મુખમાં જાય છે, મીઠાશ તેની જીભ ઉપર સર્વથા રહિ જાય છે.