________________
૩૫૩
ગુણુના હંસ, શબ્દના કૈસરી, જમના જિતણહાર, કાળના ભક્ષણહાર, મનમયના અંકુશ, મનુજના કલ્પવૃક્ષ, સમદૃષ્ટિના માતાપિતા, ચતુર્વિધ સધના ગોવાલ, ધરતિના ઈંદ્રધ્વજ, આકાશના સ્થંભ, મુકિતના વરરાજા, કેવલના દેણુહાર, ચાસઈદ્રના વદૈનિક, પૂજનિક. અનિક, રમરણીક, એવા ઢીનેાદ્વાર દીનબંધુ, ઢીનરક્ષક, સખદેવન દેવ, સ મુનિના નાથ, સર્વ યાગીના ઠાકુરપુરૂષ તરણતારણ્ દુઃખનિવારણ, અધમદ્દારણ, ભવદુઃખભંજન, સમતાના સિંધુ, દયાના સાગર, ગુણના આગર, ચિંતામણિ રત્નસમાન, પાર્શ્વ મણિસમાન, કામદુધા ધેનુસમાન. ચિત્રાવેલ સમાન, મેાહનવેલસમાન, અમૃતરસકુંભ સમાન, સુખા કરણહાર, દુઃખના હરણહાર, પાપપડલતિમિરના ટાલણહાર, ચંદ્રમાની પરે શિતલદશાના ધરણહાર, સૂર્યની પરે ધોતના કરણહાર સમુદ્રની પરે ગંભીર, મેરૂની પરે અડાલ વાયુની પરે અપ્રતિબંધવિહારી, ગગનની પરે નિરાલી
૨૩