________________
સદ્ભાવ ઉત્પન્ન કરનાર અને મોક્ષ પદ આપનાર છે, સંસારસાગર તારનાર સમ્યક્ જ્ઞાનાદિ અનેક ગુણોને ભંડાર છે એવા હે નાથ ! આપના ચરણનું હું શરણું લઉં છું.'
( ૩ ). સિદ્ધૌષધં સકલ-સિદ્ધિ-પદં સમૃદ્ધ, શુદ્ધ વિશુદ્ધ-સુખદં ચ ગુણ: સમિક્રમ્ જ્ઞાનપ્રદં શરણદં વિગતા-ઘ-વૃન્દ,
ધ્યાનાસ્પદ શિવપદ શિવદ પ્રણૌમિ // જે કર્મ રૂપી રોગ માટે ઔષધી સુલલામ છે, જે પૂર્ણ વિકસિત આત્મગુણથી સર્વથા અભરામ છે. જે જ્ઞાનપ્રેરક અભયદાયક શાન્તિના વરધામ છે, તે વીરભૂષણ ચરણયુગને વાર-વાર પ્રણામ છે.
| ( ૩ ). હે પ્રભુ ! આપના ચરણો, કર્મરૂપી રોગ માટે સિદ્ધ ઔષધ છે. શુદ્ધ, અવ્યાબાધ સુખના આપનાર છે. મૃદુલાદિ