________________
અને એક મોટા વ્યાપારીઓમાં પંકાતા વ્યાપારી છે તેઓ શ્રીની ભાવના થઈ કે–આટલી રૂચી રૂપ શુદ્ધ શ્રદ્ધામેય તવના માખણ સરખું આ પ્રાર્થનાનું પુસ્તક છે તે અમારે છપાવવું છે તેઓશ્રીની પરમ ઉદારતાથી દ્રવ્ય સંહાયતાને લઈ ને આ પુસ્તક પ્રકાશીત કરવામાં આવે છે તે બદલ બને મહાનુભાવ કેટીશ ધન્યવાદને પાત્ર છે તેમને સમાજ સદા રૂણી રહેશે.
આ પુસ્તક આમતે અણુમેલ રત્ન છે તેની કીમત થઈ શકે નહી છતાં પુસ્તકનો સદ્વ્યય થાય. એ હેતુથી અને એનાથી શાસ્ત્રોદ્ધારના કાર્યને સહાગમળે એ કારણે એની સામાન્ય કીમત રાખવામાં આવી છે આની જે કીમત આવે તે શાસ્ત્રોદ્ધાર સમિતિને સમર્પણ થશે એજ સુષુ કિં બહુના. રમણલાલ ભોગીલાલ ભાવસાર-સરસપુર
પીઠ બજાર, અમદાવાદ નં. ૧૮