SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ - ભગવાનને એક ક્ષણ માટે પણ ભૂલો નહીં. આ પ્રકારનું જીવન જ દિવ્ય જીવન છે, શ્રેષ્ઠ જીવન છે. શ્રેષ્ઠ યોગ છે. આ તમારી સાધક જીવનના યોગની શ્રેષ્ઠ અનુભૂતિ છે. આ બધુ અસંભવ નથી. પ્રયત્ન કરો; તમો પણ તે દિવ્યતાની પ્રાપ્તિ આ જ જન્મમાં કરો. ૐ શાંતિ” સમગ્ર વિશ્વમાં ‘કિર્તન સમ્રાટ' તરીકે સુપ્રસિદ્ધ હતા. આમ તેમની સાધનાકર્મ ભક્તિ જ્ઞાન દયાન અને આત્મસાક્ષાત્કારની સાધના હતી. આપણે એકમેકને સ્થૂળ પુગલો - શરીરમાં દેખી શકીએ છીએ તેમ તેમણે ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કર્યા. આ કૃષ્ણ તેમને સર્વત્ર દેખાતા. તેમને મન આશ્રમમાં આવતા પ્રત્યેક અતિથિ સાક્ષાત્ પરમાત્મા હતા. તેમની સૌની સેવામાં આવશ્યકતા પ્રમાણે સૌને ચહા કોફી ઈડલી વડા ઢોસે ઉપમા અને સાંજ હોય તો બીટ્યુટ વગેરે નાસ્તો આપતા. રાત્રી સત્સંગ સમયે કૂતરાં ભસે લડે તો પણ સત્સંગ પછી પોતાના હાથે સૌથી પહેલો પ્રસાદ તેઓ આ મૂક પ્રાણીઓને આપતા. આશ્રમમાં ત્યારે સાપ અને વીંછી બહુ હતા. પ્રત્યેક નૂતન આશ્રમ વાસીઓને તેઓ સર્પ અને વીછીનો મારણ મંત્ર શીખવતા, તેથી આ મંત્રોના આરાધકને આ જીવ જંતુઓનો ભય ન રહેતો અને જો બીજા કોઈને પણ સાપ કે વીંછી ડંખ મારે તો આ મંત્ર સિદ્ધિને કારણે તે સૌ સત્વરે તેમને ઝેર ન ચઢે અને પ્રાણ રક્ષા થાય તેવું કરતા. અને જો કોઈ અજાણ્યો માણસ આશ્રમમાં વીંછી કે સાપને માર્યાના સમાચાર મળે તો તેઓ નિર્જળા ઉપવાસ કરી અને તે “મૃત આત્મા’ માટે આત્મશાંતિની પ્રાર્થના કરતા. એક દિવસ તામીલનાડુથી આવેલા લોભી માણસે પૂજ્ય સ્વામીજીની હત્યા કરવા માટે બ્રાહ્મમુહર્તની પ્રાર્થનામાં જ્યાં સ્વામી દરરોજ બેસતા ત્યાં જોરથી કોદાળી ફટકારેલી. આશ્રમમાં ઈલેક્ટ્રિકસિટી તો હતી જ નહીં. એક માત્ર ફાનસના અજવાળામાં કશું દેખાયું નહીં. પરંતુ શાંત પ્રાર્થનાના વાતાવરણ વચ્ચે કોદાળી જમીન ઉપર ઘાવ પડતાં લોકો ચમક્યા. પરંતુ સ્વામીજીએ પેલી વ્યક્તિને વાત્સલ્યથી આશ્રય આપ્યો. થોડા દિવસ પ્રેમથી રાખીને પછી પાછો મદ્રાસ (ચેન્નઈ) મોકલી આપ્યો. યોગની અનુભૂતિઓ હવામાં ઉડવાથી સાર્થક થતી નથી. પાણીમાં ડુબીને કે જમીન નીચે દટાઈને અથવા તો પંચાગ્નિ સાધનામાં સિદ્ધ થતી નથી. તેમનો યોગ પ્રત્યેક જડ ચેતન જીવ જગતમાં પ્રત્યક્ષ પરમાત્માની અનુભૂતિનો યોગ હતો.. તેઓ કહેતા, “શાંતિથી બે વખત પૌષ્ટિક આહાર ખાઓ. સેવા કરવાની કોઈ તક ન છોડો. રાત્રે વહેલા સુવો. સવારે બ્રહ્મમુહૂર્તમાં ધ્યાન કરો. જપ કરો. સ્વાધ્યાય કરો. સત્ય બોલો - અહિંસક બની રહો. સૌ પ્રત્યે સભાવ અને સન્માન દાખવો. Love all & hate none. કદીયે કોઈને પણ ધિક્કારો નહીં .આનંદમાં રહો. આનંદ આપો. દુઃખી થાઓ નહીં. દુઃખી કરો નહીં. FINAL - 16-01-19 168 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,169 |
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy