________________ કરાવવું જ નથી.’વેદના ભયંકર હતી. શારીરિક વ્યાધિ પણ હતી. છતાં ગુસ્માંશ્રદ્ધા અને નિષ્ઠા અપાર હતા. ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે થોડી પળો માટે તેમની સામે ત્રાટક કર્યા બાદ તેઓ ઓપરેશન વગર સંપૂર્ણ સ્વાથ્યને પામ્યા હતા. કેટલાંક વર્ષોથી ડિમેન હેરી હર્નિયા - સારણગાંઠની પીડાથી આર્મસ્ટરડામમાં પીડાતા હતા. સાધારણ રીતે હર્નિયાના રોગીએ આગળ ઝુકવાના અને સર્વાગાસાન તો ન જ કરવા જોઈએ. પરંતુ શ્રી સ્વામી શિવાનંદ યોગી ડિમેન હેરીને પત્ર લખીને સર્વાંગાસન તથા ગરૂડાસનનો અભ્યાસ કરવા સૂચના આપી અને યોગીએ સત્વરે રાહત મેળવી હતી. પાછળથી ડિમેને પત્રમાં લખ્યું હતું કે આસનો તો હું કરતો જ હતો, પરંતુ સ્વામીજીના સંકલ્પ જ હું સારો થયો. - શ્રીનગરના એક એવોકેટે સ્વામીજીને પત્ર લખીને જણાવ્યું, ‘હું હોસ્પિટલમાં તદ્દન પથારીવશ હતો. બચવાની કોઈ આશા ન હતી. મારા એક મિત્રએ મને આપની એક પત્રિકા આપી હતી. તે વાંચીને દિવસ રાત હું આપનું જ ચિંતન કરવા લાગ્યો. અને એક દિવ્ય ચમત્કારિક રીતે મારા જીવનમાં નૂતન શક્તિ અને પ્રાણનો સંચાર થયો છે. હવે હું હરતો ફરતો થયો છું.' સ્વામી શિવાનંદજીની યોગની અનુભૂતિઓના ફળ સ્વરૂપે તેઓ માનસિક અને આધ્યાત્મિક સિદ્ધિ શક્તિઓને ધરાવતા હોવા છતાં તેનો તેમણે સભાનતા પૂર્વક કોઈ દિવસે પ્રયોગ કર્યો ન હતો. તામિલનાડુના તિરુનેલવેલી નજીક પટ્ટમડાઈ ગામમાં ઈ.સ. 1887 ની 8 મી સપ્ટેમ્બરે તેમનું પ્રાગટ્ય થયું હતું. તેમનું નામ કષ્ફસ્વામી હતું. બાળપણથી જ કોઈ સારી વસ્તુ, કશુંક સારું ખાવાનું કે નવા વસ્ત્રો તાત્કાલિક ગરીબ બાળકોમાં વિતરણ કરવાનો તેમનો સ્વભાવ હતો. તાંજોર મેડીકલ કોલેજમાં તેઓએ તબીબીનું શિક્ષણ પ્રાપ્ત કરીને તેઓ મલાયા ગયા હતા. ત્યાં ડૉ. પારસન્સના, મદદનીશ તરીકે રોબીન્સમાં એક રબ્બર એસ્ટેટની હોસ્પીટલમાં સેવા કરવા લાગ્યા. ત્યાં ડૉ. કુષ્ણુસ્વામી માટે ઢગલાબંધ કામ રાહ જોઈને બેઠું હતું. દર્દીઓને તપાસવા, દવાઓ આપવી, હિસાબો રાખવા વગેરે તથા આમ તેમ દૂર-દરાજ ના ગામો જઈને દર્દીઓની સુશ્રુષા કરવી તે બધી તેમની પાયામાંની યોગસાધના હતી. મલાયામાં રહીને તેમણે એવું અનુભવ્યું કે લોકોના દુ:ખનું પ્રમુખ કારણે તેમનું એજ્ઞાન છે. તો જ્ઞાન આપવું હોય તો જ્ઞાન મેળવવું પડે. આમ મલાયા છોડી હિમાલય આવી હિમાલયની ઉપત્યકાઓ અને ગિરિકંદરાને ખોળે મા ભાગીરથી ગંગાના તટે રહીને ઉગ્ર તપ કર્યું. ગંગાના પવિત્ર પરંતુ શીતળ જળમાં સવારે -બ્રાહ્મમુહૂર્વે 3.00 વાગ્યાથી સૂર્યોદય સુધી ઊભા રહીને જપ અને દયાન તેઓ કરતા. અઢવાડીયામાં એક વાર બધાં જ અન્નક્ષેત્રોમાંથી ભિક્ષામાં રોટલીઓ માગી લાવતા. તે સુકાયેલી રોટલીને ગંગાજળમાં પલાળીને દિવસમાં એકવાર આહાર કરતા. છતાં શ્રીબુદ્ધી-કેદારની યાત્રાએ જતા યાત્રાળુઓની સેવા સુશ્રુષા કિરતા. વૃદ્ધ દાદા-દાદીઓના પગમાં ચઢેલા ગોટલાઓ ઉપર કલાકો સુધી તેલમાલિસ કરી આપતા. કોઈ સાધુની બિમારીના સમાચાર જાણે તો બાર માઈલ સુધી ફુલચટ્ટી કે ગરૂડચટ્ટી સુધી દોડીને દવા પહોંચાડતા. કોઈ પણ રોગીના મળમુત્ર સાફ કરવા, તેમને નવડાવવા, તેમના વસ્ત્રો ધોઈ આપવા, વગેરે તેમની જીવનચર્યાનો પ્રમુખ ભાગ હતો. તેમને સ્વામી શિવાનંદજીને જે જ્ઞાન પ્રાપ્ત થયું; સત્વરે દૂર સુધી સાધકોને પહોંચાડવા દરરોજ ચાર વખત લેખન કાર્ય કરતા. ચારેય વખત અલગ અલગ વિષયોના પુસ્તકોનું લેખન કરતા. આમ 310 થી વધુ પુસ્તકો અત્યારે ઉપલબ્ધ છે. આ તમામ પુસ્તકોનો સાર સેવા, પ્રેમ, દાન, પવિત્રતા, ધ્યાન અને સાક્ષાત્કાર છે. તેઓ કહેતા, ‘ભલા બનો. ભલું કરો. ઉદાર બનો. દયાળુ બનો. માયાળુ બનો. અહંકાર ત્યાગો. સેવા કરો. વિચાર કરો; હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? હું આ શરીર નથી. ચંચળ મન કે બુદ્ધિ નથી. હું નિત્ય, સત્ય, શુદ્ધ, બુદ્ધ, અજર, અમર, અવિનાશી આત્મા છું.' આ માત્ર વૈખરી વાણી ન હતી. તેઓ ગધેડાંઓ કે કૂતરાંઓને પણ દંડવત કરતા. સેવા કરવાની કોઈ તક છોડતા નહીં. તેઓને મન કર્મયોગ, ભક્તિયોગ, લયયોગ, જ્ઞાનયોગ, કુંડલીની યોગ કે નાદયોગ કે હઠયોગથી વધુ મહત્ત્વ “બેડપેન યોગ'નું હતું. આ “બેડ પેન' એટલે રોગીને પથારીમાં જ મળમુત્ર કરાવવા માટેના સાધનો આપી તેને સાફ કરીને રાખવાની સેવા. નામ ભલે શિવાનંદ હતું. પરંતુ તેઓ સેવાનંદ અને ગિવાનંદા નામથી ઓળખાતા. સાધારણ રીતે જ્યારે યોગની અનુભૂતિઓની ચર્ચા થાય ત્યારે લોકો સમાધિ અને સવિકલ્પ સમાધિ તથા નિર્વિકલ્પ અથવા સહજ સમાધિના બણગાં ફૂંકતા હોય છે પરંતુ સ્વામી શિવાનંદજીનો યોગ સમન્વય યોગ હતો. તેઓ કહેતા, ‘અધ્યાત્મના ઊંચા આકાશમાં ઉડવા માટે સેવા અને સુમીરન બંને સરખી માત્રામાં જરૂરી છે.' શિવાનંદ આશ્રમમાં અખંડ કિર્તન અને અખંડ કિચનનું મહત્ત્વ હતું. તેમનું જીવન પારદર્શક હતું. તેમનું હાસ્ય નિર્મળ અને બાલ સહજ મુક્તહાસ્ય હતું. વેદાંતના ગહન ચિંતનમાં જીવનારો આ અલગારી જીવ, વેદાંતના ઉચ્ચ શિખરો પર બિરાજીત થઈને ભક્તિતત્ત્વના ઊંડાણમાં સ્થિરતા કરીને તેઓ - 16-01 FINAL 166 યોગમાર્ગની અંતર્દષ્ટિ a યોગમાર્ગની અંતર્દષ્ટિ | 167