________________ ઉપરના પ્રથમ પાંચ અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારએ બાહ્યક્રિયાઓ સાથે સંકળાયેલા હોવાથી મનને બર્ણિમુખ રાખે છે એટલે એમનો ‘બહિરંગ'માં સમાવેશ કરવામાં આવે છે. આ બહિરંગોનો અભ્યાસનો પ્રભાવ બહિરિન્દ્રિયો પર પડે છે એટલે તેના અભ્યાસ દ્વારા સ્થૂળ શરીર ઉપર નિયંત્રણ સ્થાપી શકાય છે. બાકીના ત્રણ અંગો ધારણા, ધ્યાન અને સમાધિનો સંબંધ અંતઃકરણ, સાથે હોવાથી એ મનને અંતર્મુખ બનાવે છે એટલે એમને ‘અંતરંગ'માં સમાવેશ કરવામાં આવે છે. અંતરંગોના અભ્યાસનો પ્રભાવ અંતરિન્દ્રિયો પર પડે છે જેથી સૂક્ષ્મ શરીર પર નિયંત્રણ સ્થાપી શકાય છે. બહિરંગોના અભ્યાસને ‘હઠયોગ’ અને અંતરંગોના અભ્યાસને “રાજયોગ' કહેવામાં આવે છે. (1) યમઃ એ અષ્ટાંગ યોગનું પ્રથમ પગથિયું છે. મહર્ષિ પતંજલિએ કુલ પાંચ પ્રકારના યમનું વર્ણન કર્યું છે જે નીચે મુજબ છે. (1) અહિંસા : શરીર - વાણી કે મનથી હિંસા ન કરવી (2) સત્ય : આપણે જે બોલીએ તેમા મન અને વાણી સમાન હોવા જોઈએ. (3) અસ્તેય : ચોરી ન કરવી. (4) બ્રહ્મચર્ય : બ્રહ્મચર્યનું પાલન શારીરિક - માનસિક રીતે કરવું. (5) અપરિગ્રહ : લાલચ ન રાખવી. ઉપર જણાવેલ યૌગિક યમોને નૈતિક સિદ્ધાંતો પર ઘડવામાં આવ્યા છે એટલે એના આચરણ દ્વારા જ સમાજમાં નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત કરી શકાય અને આત્મસંયમને પણ દઢ કરી શકાય. આ યમો ખાસ કરીને માનસિક શુદ્ધિના સાધનરૂપ છે. વિચાર એ આચરણનું બીજ છે, વિચાર વિના કોઈ પણ આચરણ શક્ય બનતું નથી. યમોના પાલન દ્વારા જ મનના વિચારો કે આવેગો પર નિયંત્રણ સ્થપાય છે. (2) નિયમ : અષ્ટાંગ યોગનું બીજું પગથિયું નિયમ છે, જે નીચે મુજબ છે. (1) શૌચ : એટલે શુદ્ધિ કે પવિત્રતા સ્નાન વગેરેથી બાહ્ય શુદ્ધિ તથા પવિત્ર વિચારોથી આંતરિક શુદ્ધિ. (2) સંતોષ H શરીરને ટકાવવા જે પદાર્થોની જરૂર છે, તે સિવાયના પદાર્થો મેળવવાની અનિચ્છાને સંતોષ કહેવાય. (3) ત૫ : યોગસાધકે પોતાની સાધનામાં સફળ થવા શરીર, વાણી તથા મનથી આકરૂ તપ કરવું જોઈએ (4) સ્વાધ્યાય : પોતાના જીવનમાં અધ્યયનો પણ સ્વાધ્યાય કહેવાય, જેથી પોતાના ‘સ્વ'ને ઓળખી શકાય. મન અંતર્મુખી બને 01-19 (5) ઈશ્વરપ્રણિધાન : પ્રણિધાન એટલે ધારણ કરવું. ઈશ્વરમાં શ્રદ્ધા સમર્પણ. ‘નિયમ'નો અર્થ થાય છે ‘વ્રત', “અનુશાસન' કે કાયદો. યૌગિક નિયમોને શરીર મનના નિયંત્રણ માટે સૂચવવામાં આવ્યા છે. (3) આસન : મોક્ષ પ્રાપ્તિ માટે યોગસાધનાનો પથ બહુ લાંબો છે. મોક્ષાર્થી સાધક માટે માનવ શરીર અમૂલ્ય અને સાચુ સાધન છે. શારીરિક સ્વાચ્ય, માનસિક એકાગ્રતા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે બાંધવામાં આવેલી સ્થિર બેઠક એટલે યોગાસન. મહર્ષિ પતંજલિએ આસનની વ્યાખ્યા આપતા કહ્યું છે ‘સ્થિરસુખમાસનમ' અર્થાત કષ્ટ રહિત બાંધેલી સ્થિર બેઠક એટલે આસન. જો શરીરને યોગસાધના માટે અનુકૂળ બનાવવું હોય તો એને શુદ્ધ અને સરળ બનાવવું આવશ્યક છે. સરળ એટલે આપણી ઈચ્છા મુજબ કષ્ટ રહિત કોઈ પણ સ્થિતિમાં વાળી શકાય તેવું નરમ. શરીરના પ્રત્યેક અંગ, ઈન્દ્રિયો, સ્નાયુ (મસલ્સ) અને ગ્રંથિને કસરત પૂરી પાડતી પદ્ધતિ તરીકે સદીઓથી આસનનો ઉપયોગ થતો આવ્યો છે. એના અભ્યાસથી શરીર સુંદર, મજબૂત, ઈચ્છિત ગતિ કરનારું, ચરબી વિનાનું અને રોગરહિત બને છે. આસન થાક દૂર કરી શરીર અને ઈન્દ્રિયોને સ્કૂર્તિમાન અને પ્રફુલ્લિત રાખે છે. પરંતુ આસનનું ખરું મહત્ત્વ તે મનને કેળવી તેને નિયમન હેઠળ રાખી સંયમમાં રાખે છે તે છે. (4) પ્રાણાયામ : પ્રાણાયામ એ “પ્રાણ’ અને ‘આયામ’ બે શબ્દનો બનેલો છે. જેનો અર્થ પ્રાણનું નિયમન એવો થાય છે. પ્રાણને સામાન્ય ભાષામાં વાયુ કહેવામાં આવે છે. પરંતુ યૌગિક પરિભાષામાં સૂક્ષ્મરૂપે જોતા પ્રાણને જીવનશક્તિ કહેવાય છે. આયામનો અર્થ દીર્ધ કરવો અથવા વિસ્તાર કરવો એવો થાય છે. પ્રાણની ગતિને નિયંત્રણની સાથે દીર્ધ કરવાની વાત પ્રાણાયામમાં છે. પ્રાણાયામ એ અવંગયોગનું ચોથું પગથિયું છે. આસન બાદ તેનો ઉલ્લેખ છે. આથી આસન અભ્યાસ કર્યા પછી પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. પ્રાણાયામ શરીર અને મનને જોડતી કડી છે. શરીરની શુદ્ધિ માટે સ્નાન કરવામાં આવે છે, તે જ રીતે મનની શુદ્ધિ માટે પ્રાણાયામની જરૂર છે. પ્રાણાયામને યોગનો આત્મા કહેવામાં આવે છે. પ્રાણાયામમાં મુખ્યત્વે ત્રણ ક્રિયાઓનો સમાવેશ થાય છે. પૂરક : નિયંત્રણ તથા સમાનતાથી શ્વાસ લેવાની પ્રક્રિયા રેચક : નિયંત્રણ તથા સમાનતાથી શ્વાસ છોડવાની પ્રક્રિયા કુંભક: સભાનતાની સાથે પ્રાણવાયુને શરીરની બહાર (બર્ડિકું ભક) કે શરીરની અંદર (આંતરકું ભક) રોકવો તે. FINAL 116 યોગમાર્ગની અંતર્દષ્ટિ છે યોગમાર્ગની અંતર્દષ્ટિ 117