________________ (3) વિકલ્પઃ વિકલ્પ એટલે કલ્પના. સત્ય હકીકતના આધાર વિના કલ્પનાકે તરંગો દ્વારા વર્ણન કરાય. પોતે લાખો રૂપિયા ખર્ચી રહ્યો છે એવા તરંગથી ખુશ થતો ગરીબ માનવી. (4) નિંદ્રા : જે સમયે મનુષ્યને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી તે જ્ઞાનના અભાવવાળી સ્થિતિ. સમાધિમાં અને યોગની ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત કરવામાં બાધક છે. (5) સ્મૃતિ : જોયેલી કે અનુભવેલી વસ્તુને મનમાં બરાબર યાદ રાખવી તે. મહર્ષિ પતંજલિ દુઃખ કે ક્લેશ જન્માવતા ચિત્તવૃત્તિના પાંચ કારણો સમજાવે છે, તે આ પ્રમાણે છે. (1) અવિદ્યા એટલે અજ્ઞાન (2) અસ્મિતા જે વ્યક્તિની મર્યાદા અને સમૂહથી એને જુદો પાડતી વિશિષ્ટતા છે (3) રાગ-આસક્તિ કે ભોગની ઈચ્છા (4) દ્વેષ બીજાની ઈર્ષા કે ધૃણા અને (5) અભિનિવેશ એટલે કોઈ પણ ઘડીએ મૃત્યુ આવી પહોંચશે અને સુખ - આનંદ તૂટશે એવા ભયને કારણે તીવ્ર બનતી ઝંખના.. સરોવરના શાંત પાણીને વાયુ ખળભળાવી મૂકે છે અને તેથી તેમાં પડતા પ્રતિબિંબો આભાસી બને છે તેવી જ રીતે ચિત્તવૃત્તિ મનને અશાંત બનાવી દે છે મનની સ્થિરતા મેળવવા માટે જે પ્રયત્ન કરવામાં આવે તેને અભ્યાસ કહેવામાં આવે છે. મન સ્વભાવથી જ ચંચળ છે તેને કોઈ એક દયેયમાં સ્થિર કરવા માટે વારંવાર પ્રયત્ન કરવો પડે છે તેને અભ્યાસ કે પુનરાર્વતન કહેવાય છે. મહર્ષિ પતંજલિ કહે છે કે અભ્યાસનું લાંબો સમય નિરંતર, ઉત્સાહપૂર્વક સેવન કરવાથી જ દઢતા આવે છે. આથી યોગાભ્યાસીઓએ સાધનાથી ક્યારેય થાકવું નહિ. ઉપરાંત વૈરાગ્યનું ભારતીય સંસ્કૃતિમાં આગવું મહત્ત્વ છે જેમાં સાધક પાંચેય ઈન્દ્રિયો પર સંપૂર્ણપણે વિજય પ્રાપ્ત કરે છે. કોઈ પણ વસ્તુ પ્રત્યે કોઈ પણ પ્રકારનું આકર્ષણ રહેતું નથી. આ વૈરાગ્યથી જ સાધકને સિદ્ધિ મળે છે તથા યોગમાર્ગમાં આગળ વધે છે. જ્યારે સાધક ઈશ્વરને જાણી લે છે ત્યારે અન્ય પદાર્થોનું આકર્ષણ દૂર થાય છે બધી ક્રિયાઓ ઈશ્વરને સમર્પણ કરી દેવી તથા તેના ફળની ઈચ્છા ન રાખવી તે ઈશ્વરપ્રણિધાન છે. ઈશ્વર વિશે વધુ વાત કરતા મહર્ષિ પતંજલિ વિસ્તારથી જણાવે છે. ઈશ્વર શરીરધારી નથી જે કર્મ, કર્મનું ફળ, કર્ભાશય વગેરેથી મુક્ત છે પ્રભાવહીન છે વિશેષ પ્રકારનો પુરુષ છે, તે કાળથી પર, સૌથી પ્રથમ અને મહાનગુરુ છે. તે સર્વવ્યાપી, સર્વસ્વ અને સર્વશક્તિમાન હોવાથી તેન શરીરની જરૂર નથી. ઈશ્વરના નામ અંગે મહર્ષિ પતંજલિ કહે છે કે તેનો વાચક શબ્દ પ્રણવ છે. પ્રણવ એટલે ‘ઓમ’ ૐ પ્રતીક “અ”, “ઉ” અને “મ’ એ ત્રણ મૂળાક્ષરનો બનેલો -છે. ૐ શબ્દનું અર્થઘટન કઈ કઈ રીતે થયું છે તેના થોડા દચંત અહીં આપ્યા છે. “અ” એટલે સમાન કે જાગૃત અવસ્થા “ઉ” એટલે સ્વપ્નાવસ્થા અને “મ' એટલે આત્મા કે મનની સ્વપનરહિત નિંદ્રા કે સુષુપ્ત અવસ્થા અર્ધચંદ્ર અને ટપકુ ચોથી અવસ્થા ‘તુર્યાવસ્થા' સૂચવે છે અને તે જ સમાધિ. જેમાં ત્રણે અવસ્થાનો સમન્વય આવી જાય છે.. એ, ઉ અને મ વર્ણો અનુક્રમે વાણી, મન અને પ્રાણના પ્રતીક છે ૐ કારના જપ અને ધ્યાન કરવાથી ધીમે ધીમે આંતરદષ્ટિનો વિકાસ થવા માંડે છે અને યોગમાર્ગના જે જે માનસિક અને શારીરિક વિદનો હોય છે તે સર્વ દૂર થઈ જાય છે. (2) સાધનપાદ : સાધનપાદમાં સાધનાના નિશ્ચિત સ્તર સુધી માહિતી છે. જેથી સાધનાની ચોક્કસ આધ્યાત્મિક પ્રગતિ થાય છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સાધનાની શરૂઆત કઈ રીતે કરવી જેથી નિર્વિદનરૂપે આગળ વધી શકાય તે મહર્ષિ પતંજલિએ ક્રિયાયોગ દ્વારા સમજાવ્યું છે. તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ ક્રિયાયોગ છે. તપ ક્રિયાત્મક છે, સ્વાધ્યાય જ્ઞાનાત્મક વિશેષ છે અને ઈશ્વરપ્રણિધાન ભાવાત્મક છે. માનવચેતનાના ત્રણ પાસાઓ - ક્રિયા, ભાવ અને જ્ઞાનને દષ્ટિ સમક્ષ રાખી સાધન સ્વરૂપોને ત્રણ વિશાળ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ત્રણેય સમૂહો આરંભમાં તો ક્રિયાત્મક જ રહેવાના તેથી ત્રણેને ક્રિયાયોગ કહેલ છે. હવે વિસ્તારથી સમજીએ. | ‘તપ' શબ્દનો સામાન્ય અર્થ તપવું એવો થાય છે. વ્રત, ઉપવાસ, સ્નાન, તીર્થયાત્રા વગેરે તપના બાહ્ય સ્વરૂપો છે. નિષ્કામભાવથી તપનું પાલન કરવાથી મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ થાય છે. સ્વાધ્યાયની ત્રણ કક્ષાઓ છે. (1) શાસ્ત્રોનું વિધિવત અધ્યયન (2) અધ્યયન કરેલા વિજય ઉપર ચિંતન-મનન (3) પ્રણવ, ગાયત્રી આદિ મંત્રોનો અર્થ સહિત જાપ. ઈશ્વરપ્રણિધાનઃ ઈશ્વરમાં સમર્પિત થઈ જવાને ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. તમારો પોતાની જાત પ્રત્યે વિશ્વાસ જાગે તે પણ ઈશ્વરપ્રણિધાન કહેવાય. ઉપરાંત મહર્ષિ પંતજલિએ સાધનપાદમાં “અાંગયોગને નિશ્ચિત પદ્ધતિમાં ઢાળ્યો છે. એના આઠ અંગો આ પ્રમાણે છે. (1) યમ (2) નિયમ (3) આસન (4) પ્રાણાયામ (5) પ્રત્યાહાર (6) ધારણા (7) ધ્યાન (8) સમાધિ. આ અંગોને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. (1) અંતરંગ યોગ અને (2) બહિરંગ યોગ. FINAL 114 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 115