SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. રશ્મિબેન ભેદા અધિકારભેદ હોય છે તે બતાવેલું છે. યોગનો પ્રકાશ પાડવામાં આ ગ્રંથ દીપક સમાનહોવાથી એનું નામ “યોગદીપક' પાડવામાં આવ્યું છે. આ ગ્રંથમાં આચાર્ય પ્રથમ આત્મા અને આત્માનું સ્વરૂપ સમજાવતા કહે છે, હું આત્મા છું, આત્મામાં સર્વ પદાર્થો જાણવાની જ્ઞાનશક્તિ રહેલી છે. સર્વ પદાર્થો દેખવાની દર્શનશક્તિ રહેલી છે, પોતાના શુદ્ધ સ્વભાવે વર્તવાની ચારિત્રશક્તિ આત્મામાં રહેલી છે. આમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયી વડે યુક્ત આત્મા છે. આ રત્નત્રયી આત્માનો સ્વાભાવિક ધર્મ છે. રત્નત્રયી વિના જે અન્ય પદાર્થો છે એ પરવસ્તુ છે, પરભાવ છે. આ પરવસ્તુનો ધર્મ જે આદરે છે તે વિભાવિક ધર્મ છે. અજ્ઞાન દશાથી અનાદિ કાળથી આ આત્મા પરધર્મ આદરી ચોરાસી લાખ જીવયોનિમાં ભટકે છે. જ્યારે આત્મા પરધર્મથી મુક્ત થઈ અર્થાત્ વિભાવ દશાથી મુક્ત થઈ પોતાની સ્વભાવદશામાં અર્થાત્ પોતાના શુદ્ધ સ્વભાવમાં અવસ્થિત થાય છે ત્યારે એ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અસ્ત્રવચનમાતાના પાલનથી આત્માનો શુદ્ધ ધર્મ પ્રગટ થતો જાય છે. મનને બાહ્યભાવમાં ન જવા દેતા આત્મામાં જ સ્વસ્વરૂપમાં જ મનને રમણ કરાવવા માટે મનોમુમિની આવશ્યક્તા છે. અહીં આચાર્યશ્રીએ મનની નિર્વિક૯૫દશા સાધવા માટે બ્રુપ પતંજલિનો અષ્ટાંગ યોગ બતાવ્યો છે. આત્મા સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે ત્યારે મન અન્યત્ર પરિભ્રમણ કરતું નથી. આ આત્મધ્યાન કરવા માટે બાહ્ય વસ્તુમાં મમત્વ અર્થાત્ રાગ અને દ્વેષનો ત્યાગ જરૂરી છે, અર્થાત્ સામ્યભાવ કેળવવો જરૂરી છે. સામ્યભાવી આત્મા કર્મબંધન કરતો નથી પણ કર્મની નિર્જરા કરે છે. અને ક્ષેપક શ્રેણી પ્રાપ્ત કરી અંતે કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. આ સામ્યભાવ કેળવવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. ઉપાધ્યાય યશોવિજયજીએ પણ “અધ્યાત્મસાર' ગ્રંથમાં આત્મજ્ઞાનનો અપૂર્વ મહિમાં વર્ણવ્યો છે. આત્મજ્ઞાન થવાથી બાહ્યપદાર્થમાંથી મમત્વભાવ દૂર થાય છે, આત્મજ્ઞાનથી નિર્મલ ધ્યાન પ્રાપ્ત થાય છે. આગળ શ્રી બુદ્ધિસાગરસૂરિ કહે છે કે અસંખ્ય યોગો વડે મુક્તિ પ્રાપ્ત થાય છે તે અસંખ્ય યોગોમાં પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ વિશેષતઃ મુખ્ય યોગ છે. આ ત્રણ યોગની સંપૂર્ણ પ્રાપ્તિ થતા મુક્તિ પ્રાપ્ત થાય છે. સમ્યક્ પ્રકારે વસ્તુનું સ્વરૂપ જાણવું તે જ્ઞાન છે. સમ્યક્ પ્રકારે વસ્તુનું સ્વરૂપ જાણી તેની શ્રદ્ધા કરવી તે દર્શન છે. અને આત્માની સ્વાભાવિક સ્થિરતા માટે બાહ્ય અને અત્યંતર જે જે ક્રિયાઓ કરવી તે ચારિત્ર છે. અહીં ચારિત્રયોગ માટે યમ, નિયમ... આદિ અથંગયોગ સમજાવ્યો છે. પ્રાણાયામથી થતા ફાયદા સમજાવ્યા છે. મનનો પ્રત્યાહાર કરવાનું કહે છે. મનમાં ઉત્પન્ન થતા ક્રોધ, માન, 88 | યોગમાર્ગની અંતર્દષ્ટિ છે માયા, લોભ, મમતા, ઈર્ષ્યા આદિ દોષોને એ ઉત્પન્ન ન થવા દેવા તે મનથી પ્રત્યાહાર કહેવાય છે. ધારણા અને ધ્યાને સમજાવ્યા છે. ધ્યાન ચાર પ્રકાર - પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત અને પિંડસ્થ ધ્યાનની પાંચ ધારણાઓ - પાર્થિવી, આગ્નેયી, મારૂતી, વારૂણી અને તત્ત્વભૂ બતાવી છે. ધ્યાનથી સમાધિમાં પ્રવેશ કરાય છે. સમાધિના બે પ્રકાર છે - સાલંબન અને નિરાલંબન. સાલંબન સમાધિથી નિરાલંબન અર્થાત્ રૂપાતીત સમાધિને પ્રાપ્ત કરી શકાય છે. આવી રીતે યોગના અણંગ જાણી તેનો અભ્યાસ કરનાર યોગી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. અણંગ યોગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સમાવેશ થાય છે તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અખંગ યોગનો સમાવેશ થાય છે. અત્રંગ યોગના સાધુવર્ગ અને ગૃહસ્થવર્ગ એ બેઉ અધિકારી છે. આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખીને જ અટંગ યોગની આરાધના કરવાની છે જેનાથી તેનું ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ સધર્મની પ્રાપ્તિ માટે સદ્ગુરૂના શરણે જવાનું કહે છે અને અંતે કહે છે કે બાહ્ય પદાર્થોમાં સુખ નથી પણ આત્મામાં જ સુખ છે જે આત્મજ્ઞાન વડે પ્રાપ્ત થાય છે. એમની રોજનીશીમાં આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન ધરીને આત્મસામધિ પ્રાપ્ત કરવાનું કહે છે. સમાધિસુખ પ્રાપ્ત કરવું એ મનુષ્યજીવનનું મુખ્ય કર્તવ્ય છે. રોજનીશીમાં એ લખે છે, “સમાધિસુખને પ્રાપ્ત કરવું એ કદાપિ આત્મધ્યાન વિના બની શકે નહીં. આત્મધ્યાનમાં પરિપૂર્ણ લક્ષ્ય રાખીને સ્થિર ઉપયોગે અભ્યાસ કરવાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનનું સમ્યક સ્વરૂપ અવબોધાય છે અને આત્મોન્નતિના માર્ગમાં વિદ્યુતવેગે ગમન કરી શકાય છે એમ સદ્ગક્ષ્યમથી અવબોધવું.'' આ આત્મધ્યાન અને આત્મસમાધિનું મહત્ત્વ એમણે આત્મઅનુભવથી જાણ્યું હતું. એમના સંયમ જીવનમાં સંવત 1971 ના શ્રાવણ વદ 7 ના સવારના સાડા સાત વાગે એમણે લોચ કરાવ્યો. આત્મજ્ઞાનીને આ અનુભવ કેવા ભાવ જગાડે છે, એનું આલેખન કરતા તેઓએ લખ્યું છે, “લોચ કરાવતા આત્માની સારી રીતે સમાધિ રહી હતી, આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવી હતી. હૃદયમાં કુંભક પ્રાણાયામ ધારવામાં આવતો હતો, તેથી લોચ કરાવતા આત્માનો શુદ્ધ પરિણામ વૃદ્ધિ પામતો હતો. આત્મજ્ઞાનની કસોટી ખરેખર લોચથી અમુક અંશે થઈ શકે છે. શરીરથી આત્માને ભિન્ન માન્યા બાદ લોચ કરાવતી વખતે આત્મજ્ઞાનીને પરિષહ સહેવાથી અમુક અંશે અનુભવ પ્રાપ્ત થાય છે.” આમ આ જાગ્રત આત્મા જીવનના પ્રત્યેક ક્રિયામાં આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવતા હતા. ધ્યાનને મહત્ત્વ આપનાર આચાર્ય શ્રી બુદ્ધિસાગરસુરિ જ્યાં ક્યાંય શાંતિ જુએ કે તરત ધ્યાન લગાડી દેતા. વિહાર કરતા કરતા કોઈ વગડામાં જેન મંદિર મળી જાય FINAL યોગમાર્ગની અંતર્દષ્ટિ | 89
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy