SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજીનું જૈનયોગમાં અનુપમ પ્રદાન ડૉ. રમિબેન ભેદા આચાર્ય બુદ્ધિસાગરજી જાતે શૈવ-વૈષ્ણવ માતાપિતાના પુત્ર હતા. એમણે દીક્ષા જૈન ધર્મમાં લીધી હતી. બહેચરદાસમાંથી મુનિ બુદ્ધિસાગર બન્યા અને આત્મસાધનાની અનેરી યાત્રાનો પ્રારંભ કર્યો. પદર્શનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો, 45 આગમોનું ઊંડું અવગાહન કર્યું અને એમણે વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું. માત્ર ચોવીસ વર્ષના સાધુજીવન દરમ્યાન સંસ્કૃત, હિંદી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં લગભગ 130-140 ગ્રંથો લખ્યા. એમાંથી 25 ગ્રંથો ચિંતન અને તત્ત્વજ્ઞાનથી ભેરલા છે. એમાં પણ યોગ ઉપર કરેલું એમનું સર્જન અભુત છે. એમણે લુપ્ત થતી જતી યોગસાધનાને પુનઃ પરિષ્ઠિત કરી. ‘યોગદીપક' જેવા મહાન ગ્રંથની રચના કરી. યોગનું મહાભ્ય દરેક દર્શનોએ કબુલ્યું છે. દરેક દર્શનમાં યોગની પ્રક્રિયાઓ ભિન્ન ભિન્ન રૂપે પરિણમી છે પણ તે યોગનો મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધિ કરવાનો, પરમપદ પ્રાપ્ત કરવાનો છે. “યોગ માટે આચાર્ય બહુ મહત્વની વાત કરે છે કે દરેક ધર્મ યોગને માને છે. વેદને માનનાર હિંદુઓ, બૌદ્ધો એટલું જ નહિ પણ મુસલમાન અને ખ્રિસ્તીઓ પણ યોગને માને છે. નાસ્તિક લોકો પણ નીતિરૂપે યમને માનીને તેના અંશરૂપે યોગને સ્વીકારે છે. કોઈપણ જીવની હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, કોઈનો વિશ્વાસઘાત ન કરવો છે. આ યોગનું પ્રથમ પગથિયું છે. જેનો અમુક અંશ સર્વધર્મ સ્વીકારે છે. યોગના અસંખ્ય ભેદ છે. મુનિ પતંજલિ કહે છે, ‘વાથતવૃત્તિનિરોધઃ' અર્થાત્ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો એ યોગ છે. એમણે યોગના આઠ અંગ - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ બતાવ્યા છે. જેના દર્શનમાં અસંખ્ય યોગો વડે મુક્તિ પ્રાપ્ત થાય છે. યોગનો મુખ્ય ઉદ્દેશ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો છે. શ્રી વીર પ્રભુએ અસંખ્ય યોગોમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ યોગને મુખ્ય માન્યા છે. યોગનું પરિપૂર્ણ આરાધન કરીને બધા તીર્થંકરોએ કેવળજ્ઞાન અને પરમાત્મપદ પ્રાપ્ત કર્યું હતું. અન્ય દર્શન એકેક યોગને સ્વીકારે છે જ્યારે જૈન દર્શનમાં હઠયોગ, રાજયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, દેશવિરતિયોગ અને સર્વવિરતિયોગ આદિ સર્વ યોગોનો સમાવેશ થાય છે. જૈન શાસ્ત્ર પ્રમાણે સર્વ તીર્થકર વીસસ્થાનક યોગની આરાધના વડે જ તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. જૈન સાધુઓ અને શ્રાવકોના ધાર્મિક આચારો યોગરૂપ જ છે. પંચમહાવ્રત અને શ્રાવકના બાર વ્રતનો યોગનો પ્રથમ પગથિયારૂપ યમમાં સમાવેશ થાય છે. શ્રી મહાવીર પ્રભુ 18 દોષ રહિત સર્વજ્ઞ હતા માટે તેમનો કથિત યોગમાર્ગ પરિપૂર્ણ સત્યથી ભરેલો છે એમ આચાર્ય બુદ્ધિસાગરજી કહે છે. તપશ્ચર્યા, પ્રતિક્રમણ, જિનપુજા, સ્વાધ્યાય આદિ યોગરૂપ જ છે. છ આવશ્યકની ક્રિયાઓ યોગના આધારે જ રચાઈ છે. ધ્યાન એ યોગનો મુખ્ય આધાર છે એટલે ધર્મધ્યાન અને શુક્લધ્યાનનો યોગમાં સમાવેશ થાય છે. આગળ આચાર્યશ્રી કહે છે, યોગના પ્રતાપથી અનેક ભવના કર્મો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. એના માટે બાહ્યયોગની શુદ્ધિ કરીને આંતરિક યોગની શુદ્ધિ કરવી જોઈએ. મન, વચન અને કાયાના અશુભ યોગોનો ત્યાગ કરી મન, વચન અને કાયાના શુભ યોગો કરવા એ યોગનું પ્રથમ પગથિયું છે. આ પ્રથમ પગથિયાનો ત્યાગ કરીને જે ઓ ઉપરના પગથિયે ચઢવાનો પ્રયત્ન કરે છે તેઓને અંતે પાછા ફરી પ્રથમ પંચમહાવતરૂપ યમની આરાધના કરવી પડે છે. યોગની પ્રથમ ભૂમિકાને દઢ કરીને યોગમાર્ગ પર આગળ વધવાથી ઉત્તમ અધિકારી બની શકાય છે. યોગની સાધના ગૃહસ્થ અવસ્થા અને સાધુ અવસ્થા બંનેમાં થઈ શકે છે. જેમ હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાની વિનંતીથી ‘યોગશાસ્ત્ર' ગ્રંથની રચના કરી હતી કે જેથી રાજા પણ આ યોગમાર્ગની સાધના કરી શકે. પરંતુ ગૃહસ્થ કરતા સાધુ અવસ્થામાં યોગની આરાધના અનંતગણી સારી રીતે થઈ શકે છે. જેમ જેમ યોગના જ્ઞાનમાં ઊંડા ઉતરાય છે તેમ તેમ પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓ કયા ઉદ્દેશથી રચાઈ અને કયા દ્રવ્ય, કાળ અને ભાવના અધિકારે યોગ્ય છે તેનું મૂળ રહસ્ય પ્રતિભાસે છે. તેથી તે યોગન્નાની ભિન્ન ભિન્ન ધાર્મિક ક્રિયાઓના રહસ્યને સાપેક્ષપણે અવબોધીને અનેકાંતવાદના ગૂઢ રહસ્યોના જ્ઞાતા થઈ જેનધર્મ પ્રવર્તવવાનો અધિકારી બને છે. આચાર્ય બુદ્ધિસાગરજી કહે છે - મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ કરવી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મનને જીતવું, રાગદ્વેષનો નાશ કરી વીતરાગપદ પ્રાપ્ત કરવું, આત્માના પરિણામની શુદ્ધિ થાય તેવા નિમિત્તોનું અવલંબન લેવું. શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરવી, આત્માનું ધ્યાન કરવું વગેરે યોગનો સાર છે. યોગનું ફળ બતાવતા તેઓ કહે છે - રત્નત્રયીરૂપ યોગનું આરાધન કરીને પૂર્વે અનંત જીવો મુક્ત થયા છે અને ભવિષ્યમાં થશે. યોગની સાધના કરવાથી મનુષ્ય અને દેવલોકની પ્રાપ્તિ થાય છે અને ઉત્તમમાં ઉત્તમ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આત્માના શુદ્ધ અધ્યવસાય ઉત્પન્ન કરાવનાર યોગ છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ ‘યોગદીપક' ગ્રંથમાં અધ્યાત્મયોગ અને ક્રિયાયોગ સમ્ય રીતે દર્શાવ્યો છે. કોઈપણ યોગનું ખંડન ન કરતા પરસ્પર યોગની તરતમતા કેવી રીતે FINAL 86 | યોગમાર્ગની અંતર્દષ્ટિ - યોગમાર્ગની અંતર્દષ્ટિ | 87
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy