SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ તેટલા અંશે યોગસાધનાનો વિકાસ થયો ગણાય. જિનાગમોમાં અને યોગસસંબંધીપ્રકરણ ગ્રંથોમાં ‘ધ્યાન' અંગેની વિવિધ પરિભાષાઓ મળે છે, એ સર્વ પરિભાષાઓનો સાર એ છે કે - ચિત્તની સ્થિરતા-એકાગ્રતા સિદ્ધ કરવી અને પરમાત્મસ્વરૂપમાં ચિત્તનો લય કરવો. ધ્યાનયોગની સાધના માટે સાધકે પોતાના જીવનમાં યોગ્યતા કેળવવી જોઈએ. પોતે આત્મનિરીક્ષણ કરે કે પોતાની અન્તઃવૃત્તિ અને વલણ સંસારાભિમુખ છે કે આત્માભિમુખ. આત્મશુદ્ધિની તાલાવેલી, કર્મમલથી મુક્ત થવાની ઝંખના, આત્મિક ઉત્ક્રાંતિની ઉત્કંઠા હોવી જોઈએ. યોગ્યતાના તારતમ્ય અનુસાર, પોતપોતાની ભૂમિકાને યોગ્ય અનુષ્ઠાનનું સેવન કરવું તે યોગ છે, ક્રમશઃ મોક્ષ સાથે સંબંધ ધરાવે છે. તત્ત્વચિંતા આદિ સાત પ્રકારની ચિંતા અને જ્ઞાનભાવનાદિ ચાર પ્રકારની ભાવનાને જીવનમાં પ્રતિષ્ઠિત કરવા સતત નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરતા રહેવું એ જ સાચો ધ્યાનાભ્યાસ છે, ધ્યાનની પૂર્વભૂમિકા છે. ચિંતા અને ભાવનાના સતત સેવનથી મન-વચન-કાયાના યોગો નિર્મળ બનીને આત્માભિમુખ બને છે તે પછી ધ્યાનયોગની સાધના માટેની પાત્રતા આવે છે. મનને વારંવાર જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ભાવનાઓના પુટ આપવાથી, અનિત્યવાદી બાર ભાવનાઓ તેમ જ મૈત્રી આદિ ચાર ભાવનાઓ વડે પુનઃ પુનઃ સુસંસ્કારી કરવાથી તે પવિત્ર અને શાંત બની ધ્યેયરૂપ પરમાત્માના ધ્યાનમાં એકાકાર બની શકે છે. વળી આ ભાવનાઓ સંવર સ્વરૂપ છે. અશુભ કર્મોને આત્મામાં દાખલ થતાં રોકનારી છે. મનને શુભમાં પ્રર્વતાવીને શુદ્ધમાં લઈ જનાર છે. તત્ત્વચિંતા, પરમતત્ત્વચિંતા આદિ સાત પ્રકારની ચિંતાઓ એ દ્વાદશાંગી અર્થાત્ શ્રુતજ્ઞાનના અધ્યયન-ચિંતનરૂપ હોવાથી અને જ્ઞાનાદિ ચાર ભાવનાઓ પંચાચારના અભ્યાસ-પાલનરૂપ હોવાથી ધ્યાનયોગને ઉત્પન્ન કરનાર તથા પુષ્ટ બનાવનાર છે. મનની સ્થિરતા એ છદ્મસ્થનું ધ્યાન છે, અંતર્મુહૂર્ત કાળ સુધી એક જ વસ્તુમાં ચિત્તનું અવસ્થાન એ છદ્મસ્થ જીવનું ધ્યાન છે. કેવળી ભગવંતોને યોગનિરોધરૂપ દયાન હોય છે. ચિત્તનો વિરોધ થઈ ગયો હોવાથી તેઓને ચિત્ત અવસ્થાનરૂપ ધ્યાન હોતું નથી. ધ્યાનના પ્રકારોઃ ધ્યાનના મુખ્ય બે પ્રકારો છે :- 1) દ્રવ્યધ્યાન 2) ભાવધ્યાન દ્રવ્યથી ધ્યાન - 1) આર્તધ્યાન 2) રૌદ્રધ્યાન . આ બંને ધ્યાન અશુભ છે એટલે ત્યજવાયોગ્ય છે. શુભ ધ્યાનનું સ્વરૂપ બતાવતાં પહેલાં અશુભ ધ્યાન બતાવ્યાં છે, કારણ અશુભ ધ્યાન તેમ જ તેનાં 14 યોગમાર્ગની અંતર્દષ્ટિ છે કારણોને દૂર કર્યા સિવાય શુભ ધ્યાનનો પ્રારંભ જ થઈ શકતો નથી. જેમ વસ્ત્રની મલિનતા દૂર કર્યા સિવાય એને નવો રંગ બરાબર ચઢતો નથી તેમ મનની મલિનતા, અશુદ્ધતા દૂર કર્યા વિના શુભ ધ્યાનનો રંગ એને લાગતો નથી. આર્તધ્યાન: આર્ત એટલે પીડા, દુઃખ. આર્તધ્યાન એટલે દુઃખમાં કે દુ:ખના નિમિત્તથી થતું ધ્યાન. જીવ આધિ, વ્યાધિ કે ઉપાધિરૂપ કોઈ દુઃખદ સ્થિતિમાં મુકાય છે ત્યારે તેને જલદીથી મારું દુઃખ દૂર થાઓ એવી જે સતત ચિંતા થાય છે, પોતાના દુઃખ પ્રત્યે જે ભારે દ્વેષ અને અણગમો થાય છે તે આર્તધ્યાન છે. આ દયાન સાંસારિક દુઃખના કારણે ઉત્પન્ન થાય છે અને પુનઃ દુ:ખનો અનુબંધ કરાવે છે. આના ચાર પ્રકાર છે : 1) અનિષ્ટ સંયોગજન્ય 2) ઈષ્ટ વિયોગજન્ય 3) વ્યાધિ વેદનાજન્ય 4) નિદાન ચિંતનરૂપ. 1) અનિષ્ટ સંયોગજન્ય - માણસને જીવનમાં ન ગમતા પ્રતિકુળ વિષયો, વસ્તુઓ અને વ્યક્તિઓ કે સંજોગોના સંયોગ થાય છે ત્યારે એનાથી છૂટવા સતત વિચારો કરે છે તેને ‘અનિષ્ટ સંયોગજન્ય આર્તધ્યાન' કહે છે. પાપકર્મનો ઉદય હોય ત્યારે પ્રતિકૂળ વિષયોનો સંયોગ થાય જ, તે વિશે સંકલેશ કરવાથી પરિસ્થિતિ બદલાતી નથી, ઊલ્ટા, બીજાં નવીન પાપકર્મનો બંધ થાય છે. 2) ઈષ્ટ વિયોગજન્ય - માણસને અનુકૂળ, ગમતી સામગ્રી, વિષયો કે સંયોગો મેળવવા, તેનો સંયોગ સાધવા તે અહર્નિશ ચિંતવન કરે છે તેને “ઈષ્ટ વિયોગજન્ય આર્તધ્યાન' કહે છે. જીવનમાં અનુકૂળ સંયોગો, વિષયો મળતા એ પુણ્યકર્મ પર નિર્ભર છે. છતાંય માણસ એ મેળવવા વિવિધ ઉપાયોનો વિચાર કરતો રહે છે. ( 3) વ્યાધિ વેદનાજન્ય - માણસને અન્ય પદાર્થો કરતાં શરીર પર વધારે મમત્વ હોય છે. આથી રોગ સૌથી વધારે અનિષ્ટ છે. અશાતાવેદનીય કર્મના ઉદયથી શરીરમાં ઉત્પન્ન થયેલા રોગથી વેદનારૂપે જે અનિષ્ટ સંયોગ ઉત્પન્ન થાય છે તેનાથી છૂટવા કેટલાય ઉપાયો સતત ચિંતવે છે એ “વ્યાધિ વેદનાજન્ય આર્તધ્યાન” કહેવાય છે. 4) નિદાન ચિંતનરૂપ - નિદાન એટલે કાપવાનું સાધન. જેનાથી આત્મસુખ કપાઈ જાય તે નિદાન. ધર્મના ફળરૂપે મોહ, અજ્ઞાન અને મિથ્યાત્વને વશ પરલોક (દેવગતિના ભોગો) કે આલોક (રાજ્ય, સંપત્તિ, વૈષયિક સુખો)ની કામના કરવી એ નિદાન ચિંતનરૂપ આર્તધ્યાન છે. ચારે પ્રકારનું આધ્યાન દુઃખમાંથી જન્મે છે. પ્રથમ અને ત્રીજા ભેદમાં સ્પષ્ટ = યોગમાર્ગની અંતર્દષ્ટિ | 15 | FINAL
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy