________________ પરમ સુખાય : યોગ પંથ ડૉ. સેજલ શાહ યોગાભ્યાસમાં હું આવા ગીતોનો ખૂબ ઉપયોગ કરું છું. મને ખૂબ આનંદઆવે છે. અસરકારક મનસાસેવા માટે પણ વિચારો કરતા હૃદયના શુભ ભાવો વધુ મહત્વના છે. ઘણા પુરુષાર્થીઓ કહેતા હોય છે કે અમે વિધિવત, વિધાનોને દયાનમાં રાખી, વૈવિધ્ય સાથે મનસા સેવાનો પુરુષાર્થ કરીએ છીએ પણ સંતોષકારક, પરિણામ દેખાતું નથી. તેનું એક કારણ નિમિત્તભાવ, નિર્માણતા, નિષ્કામ ભાવનાઓ, પ્રકૃત્તિ તેમજ આત્માઓ પ્રત્યેના નિર્મળ પ્રેમ - કરૂણાભાવની ઉણપ અથવા અભાવ હોઈ શકે. આપણે કહેતા તો હોઈએ છીએ કે, વર્તમાન સમયે હળાહળ કલયુગ છે. ચારે તરફ દુરાચાર, પાપાચાર, ભ્રષ્ટચાર વ્યાપેલો છે. વિશ્વની આત્માઓ દુઃખી, અશાંત છે, વગેરે વગેરે, પરંતુ તે સમયે આપણે એવું વિચારીએ છીએ કે, આ પરિસ્થિતિ માટે વિશ્વમાં સૌથી વધારે જવાબદાર હું જ છું. મેં જ વિશ્વને બગાડ્યું છે. તેને સુધારવાની જવાબદારી પણ મારી જ છે. પ્રકૃત્તિએ અત્યાર સુધી આપણી સેવા કરી અને કરેલા ઉપકારને, તેમજ તેની સામે આપણે કરેલા પ્રકૃત્તિના શોષણને યાદ કરીશું તો તેને સુધારવાની જવાબદારીનો ભાવ (Sense | of Responsibility) આપણામાં ભાવનાઓ સહજ રીતે ઉત્પન્ન કરશે. આવો આપણે સૌ ચિંતનશીલની સાથે સાથે ભાવનાશીલ પણ બનીએ અને અનુભૂતિના સાગરમાં સમાઈ જઈએ. FINAL - 16-01 યોગ એટલે શું? “યોગ'ની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ છે. જેમાંની અતિ અગત્યની એવી અમુક વ્યાખ્યાઓને અહીં મૂકી છે, ‘સમન્વ યોગ યુથરે' અર્થાત “સમતા રાખવી એટલે યોગ’ માનવજીવનમાં ટાઢ-તડકો, ઠંડી-ગરમી, સુખ-દુઃખ, માન-અપમાન, જય-પરાજય, યશ-અપયશ વગેરે તો આવ્યા જ કરે છે. આવી દરેક ઘટના વખતે સમતા રાખવી તેનું નામ છે યોગ. એટલે કે વ્યક્તિ સુખના સમયમાં છકી ન જાય અને દુઃખના સમયમાં ભાંગી ન પડે એવી સ્થિતિએ લઈ જનારી વિદ્યાને યોગ તરીકે ઓળખવામાં આવે છે. 'aa : શીશ ' અર્થાત ‘પોતાના કાર્યમાં કુશળતા મેળવવી એટલે યોગ - દરેક વ્યક્તિ રોજબરોજ અને પોતાની સમગ્ર જિંદગી દરમિયાન અનેક કાર્યો કરતી હોય છે. પરંતુ તે દરેક કાર્યોમાં તે સંપૂર્ણ સમર્પિત હોતી નથી. કરવામાં આવતાં કે કરાવવામાં આવતાં કે થઈ જતાં દરેક કાર્યોમાં દરેક વખતે માણસની સભાન નજર રહેતી નથી. આવા દરેક કાર્યો આપણે સુંદર અને સુચારૂ રીતે કરતાં હોતા નથી. બીજી રીતે કહેવું હોય તો ઘણી વખત વેઠ ઉતારતા હોઈએ છીએ કે પછી જેમતેમ કરીને જવા દેતાં હોઈએ છીએ. આવી રીતે કાર્ય ન કરતાં પોતાને કરવાના કાર્યોને યોગ્ય રીતે શીખી લઈને, તેને યોગ્ય રીતે પૂર્ણ કરવા તેને યોગ પણ કહે છે. જે કાર્ય કરીએ છીએ, તેને સંપૂર્ણ મનપૂર્વક ધ્યાનથી કરીએ, તે યોગ છે. એ કાર્યમાં પોતાની શક્તિનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી, કાર્યને સફળ કરવું જોઈએ. ‘યોમા : ચિત્તવૃત્તિ નિરોધ’: અર્થાત ‘ચિત્તવૃત્તિઓ પરનો કાબુ એટલે યોગ’ અથવા ‘ચિત્તવૃત્તિઓનો નિરોધ એટલે યોગ” ફ્રોઈડે કહ્યું છે કે “માણસ ઈચ્છાઓનું પોટલું છે.' પ્રતિક્ષણ આપણી અંદર અનેક ઈચ્છાઓ આકાર લેતી રહે છે. જેમાંની દરેક આપણાથી યોગ્ય અને સારા રસ્તે પૂરી થઈ શકે તેમ નથી હોતી. જો અન્ય કોઈ રીતે આવી 188| યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ 189 |