SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Visualization) ખૂબ જ મહત્વનું છે. નિરસ, અનુભૂતિ વિહીન યોગાભ્યાસના અનેક કારણોમાંનું એક કારણ રચનાત્મક મનોચિત્રણની કમી અથવા અભાવ છે. સૂક્ષ્મવતનમાં બાબા સાથેના સંબંધોની રસનાની અનુભૂતિ માટે તેમજ અન્ય આદાન પ્રદાન માટે દિવ્ય દષ્ટિ અથવા દિવ્ય બુદ્ધિથી કરેલું દર્શન જ મહત્વનું છે. પરમધામમાં પરમાત્મા સાથેના આત્માના નિરાકારી - બિન્દુરૂપ મિલનમાં પણ ચિંતનની સ્થિતિ કરતા દર્શનની સ્થિતિ જ મહત્વની છે. બાબાના અનેક ગીતોમાં પણ યોગાભ્યાસ દરમ્યાન કરેલા દર્શનનું વર્ણન છે. “મનરૂપી દર્પણમેં બાબા દેખું તેરી સૂરતકો, રાતદિન કરૂ તુજ સે બાતે ભૂલું ન તેરી મુરતકો” અહીંયા મનરૂપી દર્પણમાં સૂરતને મૂરતને જોવાની વાત છે. દેખ રહી મેં દિવ્ય લોક મેં લાલ પ્રકાશ અનંત રે, બીચમેં ચમકે જ્યોતિર્ બિંદુ જીસકા ન કોઈ અંત રે પરમપિતા પરમાત્મા તું મે તેરી યાદમેં સમાઈ હું મેં તો એક જગમગ જ્યોતિ હં, મેં તો એક જગમગ જ્યોતિ હું" અહીંયા પણ ચમકતા જ્યોતિબિંદુ શિવબાબાને કે જગમગ કરતી આત્માની જ્યોતિને જોવાની વાત છે. એટલે યોગની અનુભૂતિ માટે આંતર મનઃચક્ષુ દ્વારા માનસપટ પર યોગાભ્યાસના જે તે મુદ્દાનું મનોચિત્રણ (Visualization) કરવાની આદત કેળવો તો જરૂર લાભ થશે. (5) Emotionalization of Heart : હૃદયનું ભાવકરણ : અનુભૂતિ માટે આ એક ખૂબ જ અગત્યનું પરિમાણ છે. અનુભૂતિ એક ફીલીંગ છે. હૃદય ભાવના, લાગણી, સંવેદનાથી ભરાઈ ન જાય ત્યાં સુધી અનુભૂતિ શક્ય નથી. ભાવ-ભાવના તેમજ સંવેદના વિહિન, ફક્ત મન-બુદ્ધિથી કરેલું મનન-ચિંતન કે મનોચિત્રણ તમને વિશેષ અનુભૂતિ ન કરાવી શકે. ગહન અનુભૂતિ માટે તમારું હૃદયભાવ, ભાવના, લાગણી, સંવેદનાઓથી ભરાઈ જવું જોઈએ. કોઈપણ સંબંધ નિષ્કામ, નિર્મળ પ્રેમ વગર પાંગરી ન શકે. બાબા સાથેના સંબંધોની અનુભૂતિનો, આત્માઓ આત્મીય સંબંધોની અનુભૂતિનો તેમજ મનસા સેવાની સફળતાનો આધાર શુભ કામના, શુદ્ધ પ્રેમ, કરૂણા જેવી અનેક સકારાત્મક ભાવનાઓ (Positive Emotions) છે. શિવબાબા પણ આપણને 19. હંમેશા દરેક પ્રત્યે શુભ ભાવના, શુભ કામના રાખવાની વાત કરે છે. મનોવિજ્ઞાનની દષ્ટિએ આપણે જાગૃત મન તાર્કિક (Logical) છે. જ્યારે અર્ધજાગૃત મન ભાવનાત્મક (Emotional) છે. એટલે આપણને કોઈપણ બાબતની ગહન અનુભૂતિ કરાવવા માટે આપણું અર્ધજાગૃત મન જવાબદાર છે. બીજા _શબ્દોમાં કહીએ તો મન-બુદ્ધિથી કરેલું મનન-ચિંતન તેમજ મનોચિત્રણો એ જાગૃતમનની પ્રવૃત્તિ છે. જ્યારે હૃદયમાં આવિર્ભાવ થતા ભાવ સંવેદનાનાં સ્પંદનો તે અર્ધજાગૃત મનની પ્રવૃત્તિ છે. ફક્ત ઊંચા (Intelligent) વાળા નહિ પરંતુ ઊંચા EQ (Emotional) વાળા સરળતાથી અનુભૂતિમાં સરકી જાય છે. શ્રીમદ્ ભાગવત કથામાં તત્વજ્ઞાનીઓ જે પરમાનંદ તેમજ અતિઈન્દ્રિય સુખની અનુભૂતિ નથી કરી શક્યા, તે શ્રી કૃષ્ણ પ્રત્યેના નિર્મળ પ્રેમ તેમજ સમર્પણભાવને કારણે ગોપ, ગોપીઓ સરળતાથી તન્મય બની શકી એટલે યોગાભ્યાસ દરમ્યાન Let your heart go to along with your head અર્થાત તમારા હૃદયને માથા સાથે જવા દો. આપણાં યોગાભ્યાસમાં આપણે એવું ચિંતન કે મનોચિત્રણ કરીએ કે જેથી આપણું હૃદય ભાવ-ભાવનાઓથી ભરાઈ આવે, એક સમયે આપણું ચિંતન થંભી જાય અને આપણે ગહન અનુભૂતિમાં સરકી જઈએ, આંખમાંથી આંસુ સરકી જાય. તેવા ભાવોમાં ખોવાઈ જઈએ. હૃદયના ભાવકરણ માટેની એક યુક્તિરૂપે આપણે નીચેની બાબતો પર એક લીસ્ટ તૈયાર કરી તેના પર ચિતન કરવું જોઈએ. બાબા હમે ક્યા સે ક્યાં બના રહા હૈ; કહાંસે લે જા રહા હૈ; ક્યા ક્યા દે કર ભરપૂર કર રહા હૈ; કૌનસે કૌનસે સ્વમાનો? - વરદાનો સે - સંપન્ન કર રહા હે વગેરે. આમ કરવાથી બાબાએ આપણા પર કરેલા અસીમ ઉપકારથી આપણું હૃદય ભરાઈ આવશે અને હૃદય ગાઈ ઉઠશે. “ઉપકાર તુમ્હારા બાબા કીન શબ્દોમેં મેં ગાઉ દિલને જો પાયા હૈ, વો કૈસે મેં સમજાવું.” “યે દિલ હર પલ ગાતા રહેતા અહેસાન તુમ્હારા ઓ બાબા, બદલી હમારી કિસ્મત પાકે, પ્યાર તુમહારા ઓ બાબા...” મુજકો સહારા દેનેવાલે એ દિલ કહે તેરા શુક્રિયા... જમાના જો દે ન સકા વો તૂને દિયા...' આવા તો અનેક હૃદયના ભાવકરણ માટે ઘણાં ભાવવાહી ગીતો છે જેનાં પ્રસંગોચીત, વિષયોચીત, સ્મરણથી હૃદય ભાવનાઓથી ભરાઈ જશે. મારા - 16 FINAL 186 યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ ,187 |
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy