________________ હમણુંજ સિપાઈઓને બેલાવીને આપને હુકમ સંભળાવું છું. " આ પ્રમાણે કહીને કોટવાલે તરતજ સિપાઈઓને બોલાવીને સધળા જીવના જોડા એકઠા કરવાની આજ્ઞા આપી એટલે તે સઘળા હિંસક સિપાઈઓએ સઘળી જગ્યાએ ફરીને સઘળા જીવના જોડા ચંડમારી છે દેવીના મંદીરમાં એકઠા કરીને કોટવાલને સુચના આપી. તે પછી કોટવાસે આવીને રાજાને કહ્યું -" મહારાજ ! આપની આજ્ઞા પ્રમાણે સઘળાં જોડાં તૈયાર છે, હવે શું આજ્ઞા છે ?" આ પ્રમાણે કોટવાલની વાત સાંભળીને રાજાએ ભરવાચાર્યને કહ્યું " સ્વામી ! આપની આજ્ઞાનુસાર સઘળાં જેઠાં એકઠાં થઈ ગયાં છે. " ભેરવાચાર્ય –“રાજા ! હવે માતુશ્રી દેવીના મંદિરમાં જવું -જોઈએ. " . . . . રાજા... " સ્વામી ! જેવી આપની આજ્ઞા ! આ પ્રમાણે કહીને મંત્રી વગેરે સઘળા પરિવાર સહિત રાજા ચંડમારી દેવીના મંદીરમાં ગયો અને ત્યાં જઈને દેવીને પ્રાર્થના કરવા લાગ્યો. " . . મા તેને માત્ત નાની પ્રાર્થના. રૂધિરથી વ્યાપ્ત અને ચક્ર, ત્રિશળ તથા ખગ ધારણ કરેલી ચંડમારી દેવીને જોઈને રાજા જયજય ધ્વનિપૂર્વક પ્રાર્થના કરવા લાગે-“હે પરમેશ્વરી તારા નિર્મળ સ્વભાવથી મારાં પાપને હર.” એ પછી મંદિરમાં ભેગાં કરેલાં બકરાં, કૂકડાં, રીંછ, સાબર, હરણ, હાથી, બળદ, ગધેડા, મેંઢા, ભેંસ, ઘેડા, ઉંટ, સિંહ, ગેંડા, વાઘ, સસલાં વગેરે પશુઓ; કાગડા, મેર, હંસ, બગલા, ધૂવડ, મેન, બાજ, ચલીયા વગેરે પક્ષીઓ, અને મગરમચ્છ, દેડકાં, માછલાં, સર્ષ વગેરે જળચર જીવોના જોડાંઓને જોઈને રાજાએ ભરવાચાર્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust