________________ જ્યાં કામદેવ (પોતાના) દાહથી માંડીને તેની સાથે વિરોધ રાખતો થક, સોપારીના વનની કાળી પંક્તિમાં મળેલાં સૂર્ય કિરણની કાંતિમાં વસે છે. 20, જ્યાં પવને હલાવેલાં કેવડાનાં ઝાડના સમૂહની રજથી ધોળી થઈ ગયેલી પૃથ્વીમાં સ્ત્રીઓને શરણે આવેલ કામદેવ શિવજીના અગ્નિની પેઠે ભસ્મ થઈ ગયા. - 21. નારીયેળીનાં ફળના સમૂહમાં નૃત્ય કરવાથી તેની અંદર રહેલા પાણુંની લેહેરને ચુંથી નાંખનારા અને પાકી કેળની સમૃદ્ધિને લૂટી લેનારા જ્યાંના વાયુ કામદેવનાં શસ્ત્ર રૂપ થાય છે. 22. એ રાજપુત્ર તે વનવાસના મંડળમાં સ્ત્રીઓની નજરબાગની પૃથ્વીને અભૂત એવા વિલાસની સાક્ષિણ કરવા માટે કેટલાક દિવસ રહે. 23. * પહેલાં દેખાડેલા પરાક્રમની સ્મૃતિ સેનાના તુરીના નાદ વડે મલય દેશના રાજાઓને કરાવતો એ રાજા મેજ મારતો ધીરે ધીરે આગળ વધ્યો.૨૪. જયકેશી રાજાએ તેની મુલાકાત લઈને માગ્યાથી વધુ ધન આપીને કોંકણ દેશની સ્ત્રીઓના મુખચંદ્રનું હાસ્ય રૂપી અજવાળીયું નિશ્ચળ કર્યું.૨૫. એ શુદ્ધ પરાક્રમ વાળાએ ચંચળાઈ છોડી દીધેલા આલુપ રાજાને વધાર્યો. એવાઓની અવિનયની પહેલી દૂતિ જેવી અનમણુજ (નમનને અભાવ) કેપને વધારે છે. 26. ઘાડાં ફેલાઈ ગયેલાં બાણ વડે આગળ દેખાડેલે એવો કેરલ રાજાના સ્ત્રીઓના ગાલરૂપી સ્થળીમાં આંસુનો નિવાસ દેખાડી દીધો. 27. વેગથી આવેલા તે રાજાને જોઈને થએલા ભય વડે હાલોલક થતા સમુદ્ર રૂપી નીલ કુંડળવાળી દ્રવિડ દેશની પૃથ્વી કંપવા લાગી. 28. તે પછી ન્યાય માર્ગને જાણનારે દ્રાવિડ દેશના રાજાને દૂત, એ તૈયાર રહેતા ધનુષવાળા અને બદલે ન વાળી શકાય એવા કેઈ વિશેષ પરાક્રમવાળા એ રાજાની સભામાં આવ્યો. મસ્તક વડે પૃથ્વી તળને ચુંબન કરનાર એ દૂત કુંતલંદ્ર સુત (વિક્રમાદિત્ય) ને પ્રણામ કરીને દાંતની કિરણરૂપી પલ્લવમાં મુક્યાં છે કમળ પદ જેનાં એવી વાણી બોલ્યા. આ 29. P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust