________________ 41 હે પરૂષ તેને બહુ દંડ (તો) છુટો પડ્યો હવે તું શું કરીશ, હે પ્રતાપ તું પ્રતિપાલક વગરને થઈ ગયે તેથી પરિતાપ પામતે હઈશ. 78. હે પા ( રાજ્ય લક્ષ્મી !) પાછું પદ્માકર (તલાવ)ને ઘર ધાર્ય. (કેમકે) આ હારા પતિની જુદાઈને સંતાપ બીજે સ્થળે તું સહન કરી શકીશ નહિ. 79. શેષની ફણના મંડળ રૂપી ડીંટીયાથી પૃથ્વીને ખરી પડવું એ સારું છે અથવા માટીના પીંડાને એવું સ્નેહનું પાંડિત્ય ક્યાંથી (હાય). 80. હું માનું છું કે બ્રહ્મા કોઈ અપૂર્વ મૂર્ખ ઉઠ છે (કેમકે નહીંતર ) ઘણું વખતના કલેશથી ઉત્પન્ન થએલી પિતાની કૃતિનો કેમ નાશ કરે. 81. અહો એવું શિર્ય, અહો ધૈર્ય, વિચિત્ર પ્રકારનું ગાંભીર્ય અને શોભા, (અ) તે સાચું છે કે એક ઠેકાણે એ બધા ગુણ દુર્લભ છે. 82. - શત્રનાં શસ્ત્રોને બુઠાં કરી નાંખનાર એ વજી જેવી આકૃતિવાળાને જે ક્ષય થયો તે મહારા ભાગ્યના દોષથીજ (થયું છે) અથવા બીજે પાઠ– મહારા ભાગ્યના દેષથીજ આ ક્ષય થયો છે એમ (હું) જાણું છું. 83. બ્રહ્મા એવું સૃષ્ટિનું રત્ન કયી રીતે બનાવશે, અથવા એવા પરમાણું કેમ ભેળા થઈ શકશે. 84. સામી દોડતી આવતી અનેક (સેના અને નદીઓ) ને પેશી જવા દેવાને સમર્થ, સત્વગુણને સમૂહ એવો રાજા, સામી દેડતી આવતી અનેક નદીઓને પેસવા દેવાને સમર્થ અને પ્રાણીના સમૂહવાળા સમુદ્રના જેવો એવો (મનુષ્ય) દુર્લભ છે. 85. આર્ય અને સુકુમારપણાનું એક પાત્ર એવા રાજાથી હાય હારા વિના (એ) ખેદરૂપી અગ્નિ કેમ સહન થઈ શક્યો હશે. 86. એ અને બીજુ બરાડા સહિત વારંવાર ચિંતવન કરી કરીને હળવે હળવે વિવેક રૂપી દીપક વડે તે રસ્તે ચડ્યો. સધાવેલા પિતાની યથાવિધિ ક્રિયા કરીને પછી મહટા ભાઈને જોવાની ઉત્કંઠાથી પ્રેરાએ તે આગળ ચાલ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust