________________ દ્વારમાં કલબલાટ કરનારી ગંગા હોવા છતાં તેને તરછોડીને જેની કીર્તિએ કાન્યકુજીનું પુર પિતાને વશ કર્યું. કળિ જાણે જેમાંથી નિવૃત્ત થઈ ગયો હોય એવા ગંગાના સ્ત્રોતરૂપી મ્યાનમાં ચોટલાની રચનાવડે જ્યાં યમુના (રૂપી તરવાર) પ્રવેશ કરે છે એવા તીર્થરાજ પ્રયાગમાં તે કૃતિએ જગતનાથી અદ્ભુત એવા ગુણના ગણુ વડે મેળવેલી લક્ષ્મી કેટલી વાર નથી દીધી ? માનું છું કે ભમતા કળીયુગના ભયથી સમીપે આવેલા ધર્મને માર્ગને થાક ઉતારવાનું કામ પાણીના છાંટાવડે જે (ગા) કરે છે તે ગંગામાં જેણે કાશી નગરીમાં નાહીને ભાગ્ય થકી પ્રાપ્ત થએલું ખરાબ રાજાઓને જેવા થકી ઉત્પન્ન થએલું કલંક ધોઈ નાખ્યું. 92. જે કાલિંજર પર્વતનો કાળ અને જેણે ફેજકશી કરવામાં ઘોડાઓની ખરીના પડતા શબ્દો વડે પૃથ્વીને રાજાઓ વગરની કરી મુકી તે ડાહાલ રાજા કર્ણ પણ જેનું વૃતાંત સાંભળીને કાનને, અમૃતના રસના સમૂહના સ્વાદવાળો અંદરનો ભાગ (છે એ) કરી મુક્યો. 93. જે સ્ફટિકના પર્વતથી અતૃપ્ત થએલે તેથી તેને ડાબા હાથમાં રાખીને જેને જમણે હાથ ક્ષણ એક હિમાચળની સામો થયો. તે રાવણને હણનારા રામચંદ્રજીની રાજધાની અયોધ્યાને બિ૯૯ણે સારાં કથનના ઝરણથી ઠંડી કરી. 94. ગગાધર (કવિ) ને ડાહલના રાજાના મેહેલમાં નીચા પાડીને લીલા માત્રમાં જેણે સામાવળીયા કવિઓને દબાવી દીધા છે, અને પૂર્વ દિશાની ગુફાઓમાં ઐરાવતના મદજળમાં ભમતા ભ્રમરેની પંક્તિના નાદને જીતીને જેની કથાઓ ઇંદ્રના કાનમાં પણ લાટી રહી છે એમ હું શંકા કરું છું. 95. ભોજરાજા કે જેની બરોબરી ખળ રાજાઓથી બને નહીં, તેની પ્રત્યક્ષ તું કેમ ન આવ્યા? હાય! હું હણાણી એમ દરવાજાની પાસે ઉંચા શિખરના માળામાં પારેવાના નાદને બહાને કરૂણું આવે એવી રીતે ધારાનગરી જાણે બોલતી હોય ? - જે લંગોટી વાળતા નથી, હમેશ અશુદ્ધ, અને જે કાંઈ પણ નિંદાનું સ્થાન થઈ પડે એવું બોલે એવાઓનો ગુર્જરના માર્ગમાં પરિચય થવાને લીધે ભેળે થએલે સંતાપ જેણે સોમનાથને જોઈને શિથિલ કર્યો. 97. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust