________________ - તમામ માણસના ભોગ સારૂ કાલે પૂર્ણ વન, વ્યાખ્યાન કરવાનાં સ્થાન, નિર્મળ જળ ભરેલા કુવા અને પરબ, એ બધાં ઠેકઠેકાણે પુણ્યનાં સ્થાન એવાં જેનાં કૃત્ય, મંડળના અગ્ર ભાગના મુગટ સરખી જેને કલિને ભય પેદા થયો છે એવા ધર્મની અંગની રક્ષા થઈ. 78. * ક્ષમાને સાર, સરસ્વતીના રસનું સ્થાન, શ્રુતિને ભંડાર એ એ નિર્મળ યશવાળાને યેષ્ટકળશ નામે (પુત્ર) ઉત્પન્ન થયો. બધા જગતને વંદ્ય એવી મહા ભાષ્યની વ્યાખ્યા કરનારાનું એનું આંગણું પણ નિરતર વિદ્યાર્થીઓએ શણગારેલું રહેતું. ' ' 79 ઈષ્ટાપૂર્તમાં, અતિથિના વિષયમાં, અને સેવકની સમજાવટમાં અને બીજાં પણ ઉચિત કાર્યમાં તેને શું અઘરું (ન થઈ શકે એવું) છે. દીઠેલા ન દીઠેલા પગરણના સમૂહ પ્રાપ્ત થાય તેમાં પ્રવીણ નાગાદેવી નામની સારા યજ્ઞોનું પાત્ર એવી સ્ત્રીને જે પામે. ચિનિત થયેલી સોનાની કાંતિવાળાં શરીરવડે નેત્રને કામણરૂપ એ એ સૂરિ થકી જગત શિરોમણિ બિહણ નામે (પુત્ર) થયો. ઘાટા વેદના શબ્દવડે જેના નેપુરનો શબ્દ સંભળાતો નથી એવી સરસ્વતી દેવી જનોઈ દીધાથી માંડીને જેના મુખમાં હતી. 81. - સાંગવેદ, શેષનાગની દૃષ્ટિ વ્યાકરણ શાસ્ત્રમાં વિચાર, એ બધાં જેના પ્રાણ હતા, અને શ્રવણને સૌભાગ્ય આપવાવાળી સાહિત્યની વિદ્યા (પણ હતી).(એ બધું) ગણાવવાને કોણ સમર્થ છે એનું તત્ત્વ સાંભળો. બુદ્ધિના અરીસારૂપી નિર્મળ એવા એનામાં શું શું પ્રતિબિંબિત થયું નથી. 82. : કામરૂપ થએલી શ્રી સરસ્વતીના ચરણની રજે, વિદ્યારૂપી સ્ત્રીઓના ટોળાને, જેના માં સામું જોઈ રાખનારી કરી, અને જેનાં સુંદર મહા કાવ્યો કીર્તિની સાથે દિશાએ દિશામાં ગયાં અને કીર્તિની ચપળાઈ મટાડવાને માટે તેના નાજરરૂપ થયાં. . 83. 1. નવાણુ વગેરે ખોદાવવાનું કામ. વાઉ પ તરાપર, રેવતા - તાનિ 4 | મન્ન કાનમાવામ: પૂર્ત નિત્યમિતા (કી. કે. નોટ પૃ.૩૧). 10. Gunfatnasuri M.S. Jun Gun Aaradhak Trust