________________ 169 છે જેના શિખર ઉપર મોતીની કાંતિના સમૂહવડે સુવર્ણના કળશની મંડળી શોભે છે તે જાણે સૂર્યના ઘોડાઓએ તરશને લીધે અંદર મહે નાંખીને ફીણવાળી કરી હોય ! જ્યાં પરસ્ત્રીઓના નૃત્યમાં, પુતળીઓમાંથી નીકળતી કીરણો વડે ફેલાતા આનંદના જળવાળાં જાણે નેત્રો થયાં હોય તેથી જાણે રત્નના સમૂહની પૂતળીઓ જીવવાળી હોય એવી રીતની શોભા ધારણ કરે છે. 20. ચંદરવાનાં રત્નમાં પ્રતિબિંબ પડવાના બનાવને લીધે આંગણાની હદમાં નૃત્ય કરનારીઓ શોભે છે તે જાણે વિદ્યાધર રાજની સ્ત્રીઓનું પદ પામી હોય અને પછી તે આકાશમાં વિહાર કરવા તત્પર થઈ હોય ? 21. એ મંદિરની આગળ એ કારણરૂપ માણસે (રાજાએ) દિશાનાં મુખને રૂંધી દેનારું એવું તળાવ કરાવ્યું. જેની અનુપમ શોભાવડે કરીને શ્રી (શોભા અને લક્ષ્મી) વગરને સમુદ્ર કેમ તુલના પામી શકે. ? 22. વિષ્ણુના ચરણકમળમાંથી ઘડેલાં જાણે આકાશ ગંગાનાં બાકી રહેલાં જળ હોય એવાં વિશેષે પીંગળાં જળ દેવાલયના નિજ મંદિરમાં પેઠાં હોય એવું (એ તળાવ) શોભે છે. 23. આ રાજાના દાનના લાભથી કદી અહીં અગત્ય ઋષિ આવી હડે તે તેને ગર્વ ઉતારું એમ માનીને જાણે કાંઠાની ત્રુટતી બખોલમાંના મોજાના શબ્દવડે જે તળાવ ગાજે છે.' * 24. ખારા સમુદ્રનો હે ગંગા ! તું શું સંગમ પામી તેથી દુર્ભાગાનું વ્રત ધારણ કરે છે ? એમ માનીને જાણે હર્ષથી ગદ્ગદ્ થયેલું તરંગરૂપી હાથવડે આકાશમાંથી ગંગાને ખેચતું હોય? 25. ઇંદ્રનો હાથી બંધ પામેલા સમુદ્ર પિતાવડે પિતે ઉત્પન્ન થયો છે એવો તર્ક મનમાં લાવીને અનિંદિતરૂપ એવી અભ્રમુ પાસે જે તળાવથી પિતાનું લઘુપણું નકકી વર્ણવે છે. - જેનું પાણી પીને જરૂર મેઘ છીપમાં મોતીની શોભા પામ્યો તેથી જુનાં મોતીરૂપી મણી સ્ત્રીઓના કુચસ્થળ ઉપર ચડી બેસવું પામતાં નથી. 27. 1. ઐરાવત હાથીની હાથણી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust