________________ 160 એ રીતે વીરપુરૂષની સ્ત્રીઓના ફુરી રહેલા હજારે બરાડાવડે છાહી રહેલ રણભૂમિને જે થકે તે શત્રુની પીઠ પકડવાથી વિમુખ થયો. 84. તે પછી રાજા સંગ્રામ સમુદ્રના પરમ પારને પામ્યો એ સરલ ધનુષ. વાળો તે આકુળ એવું શત્રુનું ભાગી જવું સાંભળીને ઓહોહો! એ કૃપણને કીર્તિએ પણ તજી દીધો એમ ખેદ કરવા લાગ્યો. સ્વભાવિક મહત્તાવાળાએને દુષ્ટ તરફ પણ ક્ષણિક ક્રોધ હોય છે. 85. તે પછી હાથી, ઘેડા, વડે સમૃદ્ધિવાળી અંતઃપુરે સહિત, સર્વ શત્રુની લક્ષ્મીને ગ્રહણ કરીને એ રાજા મનહર ગતિવાળી હાથણી ઉપર બીછાવેલા સુવર્ણના આસન ઉપર બેઠેલે એવો તે ઉત્તમ જયપતાકાવાળી રાજધાનીમાં પેઠે. - તે વનસ્થળીમાંથી કુળના કાંટારૂપ તેને પકડીને બાંધવા લાયક નહીં એવા ભટોએ સહિત અને કરૂણાથકી અતિ સુવંડ ગદ્ગદ્ વાણીવડે બોલાવીને અને સંતોષ પમાડીને ચાલુક્ય કુળ શિરોમણિએ શિખર ઉપર ઝુલતા મોતીની લાંબિ કાંતિના સમૂહવડે દેખાડ્યો છે, યશનો ગુછો જેમાં એવી પુરી પ્રત્યે જતો હ. 87. ઇતિશ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીર ભટ્ટથી બિલ્હણના કરેલા વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં પંદરમો સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust