________________ 65. * 158 - તેને, ઘેડાની ફેજને હઠાત્કારથી હટાવવામાં બંધાએલા આશ્ચર્યવાળા જોઈને સૂર્યના ઘડાની પંક્તિ દૂરને ગુણ માટે માને છે. ' એ રાજા છરીવડે કાપેલાં ગળાંવાળા મદોન્મત્ત માવતના માથાવડે પૃથ્વીને અને ઉંચા યશવડે આકાશને (બંનેને) સાથે ભરી મુકે છે. 66. પર્વતની ગુફાઓને પણ ફાડી નાખે એવાં તેનાં બાણ વડે પેશી ગએલી પીડાવાળા શત્રુના હાથીઓ ભાગ્યા તે જાણે દિગ્ગજને શરણે ગયા હાય શું ? 67. * સામેના વિરે મુકેલા બાણને જથ્થો બંખરમાં ભટકાવાથી ઉઠેલા અગ્નિવડે જાણે તેણે સંગ્રામરૂપી સમુદ્રમાં ઘણું વડવાનળ ઉત્પન્ન કરી દીધા હોય ? 68. રણની સીમમાં તેણે શત્રુઓને વિજયલક્ષ્મીના વિયોગથી જાણે જડ થઈ ગયા હોય એવાઓને હાથીના મોતીની રજવડે ભૂખરા થઈ ગએલા તે જાણે તપસ્વીપણું લેવરાવ્યું હોય શું? હાથીના પગ વડે, (જેના) ઉદ્ધત શત્રુ રાજાના. કપાલની પરીઓ ફાટી ગએલી છે (તેથી) તે ત્રણ જગતરૂપી ઠામને ભરી દેવામાં સમર્થ કીર્તિવાળો થઈને સેનામાં ફરે છે. 70. શત્રુ રાજાની ફેજમાં એવો કેાઈ સત ડહાપણવાળો પુરૂષ નથી કે જે બાણની વૃષ્ટિરૂપી ભાષણ કરતો આની સામે ક્ષણમાત્ર પણ આવીને ઉભો રહે. 71. જેણે ક્ષણમાત્રમાં તમામ શત્રુઓને સીકલી લીધા છે. એવા ચુક્યા રાજાના શરીર ઉપર દેવતાઓનાં પુષ્પ સહિત બાણ પડ્યાં. 72. જે અનેક સેનાના યોદ્ધાઓનો એ રણ મસ્તકમાં ક્ષય કરે છે તે ચુલુકય રાજા કેને વર્ણનનું સ્થાન ન થઈ પડે ? રણગણની રંગભૂમિમાં ધડના નાચથી જાણે ચકિત થઈ ગઈ હોય એવી વિજય લક્ષ્મીએ જેનું પરાક્રમ જોયું છે એવા રાજાના ભજનો આશ્રય કર્યો. 74. - 1 એટલે પોતે ત્યાંથી દૂર છે એમ ગુણ માને છે કેમકે નહીંતર તે પણ રગડાઈ જાત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust