________________ 135 હે સુભુ! આકાશ રૂપી અરણ્યની તમાલ વૃક્ષની પંક્તિરૂપ પર્વતના મસ્તક ઉપર વાળની હાર જેવી અને વીજળીરૂપી દીવાની મશ સરખી નવી વાદળની મંડળીને જે (તે ખરી). 18. હે ચપળ નેત્રવાળી! વાદળાં આડાં આવી જવાથી સૂર્યનું મંડળ મલિન દેખાય છે. તે વીજળીના દીવામાંથી પેદા થતી મશ લેવા સારૂ વ્યગ્ર થએલી વર્ષાઋતુએ મુકેલી તાવડી જેવું લાગે છે. - હે મૃગાક્ષિ! વિદ્યાધરની સ્ત્રીઓના આગ્રહથી થએલા ગમ્મતના કૃષ્ણ ગુરૂના ધૂપના મંડળવડે જાણે ભ્રમરાઓની કાળપ સાથે એકમેક થઈ ગયે હોય એ મેઘ બહુપણાને પામ્યો છે તે તું જે. * 20, આ મેઘે ખરેખર સમુદ્રમાંથી વિચિત્ર રત્નના કેટાથી દાંતવાળું થએલું પાણું ભેળું કરેલ છે. કેમકે તે વિના તેણે અનેક રંગથી ગુંથેલું ઈંદ્ર ધનુષ ક્યાંથી ઉત્પન્ન કર્યું. નક્કી જ (મેરે) કેળી કરવાને પકડેલા સર્પની ફણ્ય ઉપર પ્રકાશી રહેલાં રને જે કે મેઘની સામાં ઉચાં મુખ કરેલા મયુરના મહેમાંથી ઉડેલાં છે તે વડે ઈંદ્ર ધનુષ રચ્યું છે. 1. 22. મેઘ પર્વતના નિતંબ ભાગ ઉપર શોભી રહેલાં લીલાં કપડાની બ્રાંતિવડે ભીલના ઘરની હાર્યોમાં પડીને લઈ લીધેલાં સ્વચ્છ ભાલાંની બરેબરી કરનારા થયા છે. - 27. હે કશોદરિ! કુદરતી કનાતરૂ૫ આ મેઘ વીજળી રૂપી વહુના નૃત્ય રૂપી એકાંત સ્થળમાં તપાટથી તપેલા. આકાશમાં ટપકતા જળવડે આર્દ થએલા છેડાવાળા (આમતેમ) ફરે છે. - 24, હે મનહર શરીરવાળી મહેટા મેઘરૂપી પથ્થરની પાથ ઉપર કામદેવ જે બાણ સજે છે તે શરાણમાંથી નીકળતા અગ્નિના તણખાની રચનાને વીજળી સેવે છે. (ધારણ કરે છે. ) 25. - આ મેધ સમુદ્રની મધ્યમાં વસતા પર્વતના કુશળ ખબર લઈને જાણે આવ્યા હોય એથી મયુરને નાચ શરૂ કરાવતા થકા પર્વતના શિખર -- 26. ઉપર ગર્જના પ્રગટ કરે છે. AC: Gunratasuriel Jun Gun Aaradhak Trust