________________ 73. ૧૩ર ફૂલને બગીચો પાસે નથી તેથી કામદેવના ભાથાને ભાર ઓછો થયો તેથી તેણે સ્ત્રીઓના ઉઘડેલા મેગરાના ફુલવાળા ચોટલાના બંધમાં ધૈર્ય બાંધી રાખ્યું. મજાવડે જેમાંથી કાજળ ઘવાઈ ગયું છે એવાં રાજાની સ્ત્રીનાં નેત્ર શરાણે સજેલાં કલંક (ડાઘ) વગરનાં કામદેવના હથીયારની મિત્રાઈ પ્રગટ કરે છે (તેના જેવાં છે.) 74, તા. જળ ક્રીડામાં ધોવાઈ ગયેલા કેસરને લીધે તે સ્ત્રીઓના અંગમાં થએલા નખક્ષત ખુલ્લા દેખાઈ આવે છે તે શૃંગાર સમુદ્રના કાંઠા ઉપરનાં પરવાળાના વૃક્ષની છટા ધારણ કરી રહ્યાં છે. 75. * તે પછી કતલ રાજા રાણીના લમણે ઉપર પાંદડાં તથા વેલની રચના કરે છે (તે વખતે રાજાને) શાએ પીંગળ લમણાના ભાગ ઉપર ફેલાએલાં આંસુવડે જણાએલા કટાક્ષવડે અધું તાડન કર્યું. 76. રાજા પોતે જ્યારે તુકથી ઉંચી કરેલી ડોકવાળી પ્રિયાને ચોટલે ચણે છે ત્યારે પરસ્ત્રીઓ વધી પડેલી ચિંતાના તાપવડે તપી જતા કપાળને હસ્તકમળના સાથરામાં મુકીને બેઠી છે. 77. - રાજા વસંત ઋતુમાં વિરામથી ગળી ગએલા પરાક્રમવાળા કામદેવનું શૈર્ય એવાં અનેક ચરિત્ર વડે ગુંથત થકે જાણે ઠંડક ચોકી કાહાડતાં સ્ત્રીના અંગના સંગ વડે વૃદ્ધ એવા ગ્રીષ્મના ગર્વને પણ જીતી લેતો હો. 78. ઇતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ શ્રી બિહણના કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં બારમો સર્ગ સમાપ્ત થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust