________________ હા અત્યાર સુધી મા નગરી પછી ગાર મેળ ગયો. શિવજીની કૃપાથી તેને સેમેશ્વર, વિક્રમાદિત્ય અને સિંહ એમ 3 પુત્ર થયા. તેમાં વચલે વિક્રમાદિત્ય (આ કાવ્યને નાયક) શસ્ત્ર શાસ્ત્રમાં સહુથી ડાહ્યા હોવાથી રાજાને ચાહ તેના ઉપર અધિક હતું તેથી . હોટેરાને મુકીને તેને યુવરાજ બનાવવાની રાજાની ઈચ્છા થઈ. તેને મહાટાભાઈને અન્યાય થાય તેથી વિક્રમાદિત્યે તે લેવાની ના પાડી તેથી રાજાએ મોટા પુત્ર સોમેશ્વરને યુવરાજ બનાવ્યું. અને વિક્રમાદિત્ય ( આપણે - વિક્રમાંકદેવ) પિતાની આજ્ઞાથી શત્રુઓ ઉપર ચઢી ગયો. - પ્રથમ તેણે ચોલ રાજાને છતી કાચીનગરી લૂંટી લીધી, માલવના રાજા ( પરમાર જયસિંહ હોવો જોઈયે કેમકે તે ભેજ પછી ગાદીએ બેઠે હત ) તે પિતાનું ગએલું રાજ્ય પાછું મેળવવાની આશાથી મદદ મેળવવા આવ્યો. જેની સહાયતા વડે ગડ (બંગાળા) તથા કામરૂપ (આસામ) ઉપર દબાણ કર્યું, સિંહલના રાજાને હરાવ્યો, અને તેને અગત્યા. શ્રમ તરફ નસાડ, મલયાચળના ચંદન વનનો નાશ કરી કરેલના રાજાને માર્યો. અને ગાંગકુંડ, વેંગી, તથા ચક્રકેટને જતી પાછો ફરતાં કૃષ્ણ નદીને કાંઠે આવ્યો, ત્યાં દૂતે આવીને ખબર કહ્યા કે તમારા ચલ, પાંડ્યું, અને સિંહલના રાજાઓને છત્યાની ખબર સાંભળી આપના પિતા બહુ રાજી થયા. પરંતુ પછવાડેથી તેને એકાએક હર્ષજન્ય દાહ વર ચઢી આવ્યો જેમાંથી નિવૃત્તિ થવાની તેણે કાંઈ આશા ન દીઠી ત્યારે દક્ષિણા પથની ગંગા તુંગભદ્રામાં જળ સમાધિ લેવાનો નિશ્ચય કરી મંત્રીઓની સંમતિ લઈ, ત્યાં જઈ શિવની આરાધના કરતે કરતે જળ નિમગ્ન થઈ પરલોક પધાર્યા. આ ખબર સાંભળીને શોકમગ્ન થઈ ત્યાંથી ચાલી તે પિતાના ભાઈની પાસે કલ્યાણ આવ્યા. 1. જળ નિમગ્ન થવું તે આત્મઘાત ગણાય અને પાપમાં મનાય પણ કેટલાક રાજાઓ ગંગાદિ પવિત્ર નદીઓમાં બૂડી મારવામાં અને અગ્નિમાં બળી મરવાનાં ઉદાહરણે મળે છે. બંગાળનો સેનવંશી રાજા બલ્લાલસેન અને ચંદેલના યશોવર્માનો પુત્ર ધંગદેવ આદિ ગંગામાં બૂડી માર્યા હતા. અને રાજા શુદ્રક અને લાહોરનો રાજા જયપાળ આદિ અગ્નિમાં બળી મુવા હતા (અને તેમાં તેઓ પાપ નહિ પણ પુણ્ય માનતા હતા) (એ .મા ). Jun Gun Aaradhak Trust