________________ દીધી તે સમયે હાલમાં કામદેવ લક્ષ્ય અને અલક્ષ્ય બધે ઉપર બાણ ફેંકવામાં રસિય બની ગયો છે. નવા વૈવનમાં પ્રીતિવાળા વસંતે વિચિત્ર લિપિ લખી કહાડી. ક્ષી વનભૂમિ કટાક્ષની પેઠે હર્ષથી પુષ્પ નથી વરસાવતી. હીંચકામાં બેઠેલી સ્ત્રીની જાડી સાથળને અતિશય હલબલાવતા લંકાના વાયુને આ વખતે માનરૂપી વૃક્ષને ભાંગી નાંખવામાં શી વસમાણુ નડે એમ છે. 74. - રાવણના બગીચામાં કીડા વૃક્ષની તળેનાં સીતાજીના પગનાં એધાણમાં મળી જતા, કર દ્વીપમાં વેલાથકી હાલતાં ઝાડની તળેની રજમાં કીડા કરવામાં રસિયા, અને કરેલ દેશની સ્ત્રીઓના ક્રીડામાં પાન ચાવતાં શ્રમિત થએલા મુખને શ્રમ હરનારા અને કામદેવરૂપી સુભટના જયની આકાંક્ષા રાખનારા, એવા દક્ષિણના વાયુ મેજ કરે છે. 75. જે આંબાના અંકુરના ગુચ્છાને ખાવા થકી કાનને અમૃત જેવા લાગવામાં શ્રેષ્ટ, અને જેની છાયા માત્ર સ્વીકારાય છે છતાં કામદેવના જય કરનાર બાણપણને પામે છે, એ એ પંચમ રાગ, સુકાતા તાળવારૂપી ગોખની સાંકડી તરીમાં ફરવાથી, કેયલના ગળાના બીલમાંથી પ્રગટ થાય છે. 76. એ રીતે બંદીજને વિરહથી વિખુટી પડેલી હજારે સ્ત્રીઓએ મોકલેલા કામદેવના લેખનાં સારાં વાક્યથી મિશ્ર એવાં વસંત ઋતુનાં વર્ણન વડે રાજાઓને પ્રસન્ન કરતા હવા. ઈતિશ્રી ત્રિભુવન મલ્લદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ બિહણના કરેલા - વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતારમાં સાતમો સર્ગ સમાપ્ત થયો. 7. છે Mp3 0 P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust