________________ 40. 71 - કળીરૂપી સ્તનવાળી લતારૂપી વહુને કુંપળારૂપી હોઠ આપવામાં ( ચુંબન કરવામાં) ડાહ્યા, અને ઉન્મત્ત ભ્રમરરૂપ બંદી જનોએ ગાયેલી કીર્તિવાળો વસંત તરૂણુવસ્થામાં અહ. 38. લીલા સહિત કામદેવના સામ્રાજ્યનો ભાર જ્યારે અંગીકાર કર્યો ત્યારે વસંતનો એક અવિચ્છિન્ન હાથ લવિંગને વાયુ છે અને બીજો કોયલો પંચમરાગ થયો. - 39 દક્ષિણ વાયુએ પગલે પગલે પુલની રજના જથ્થાના ઢગલા જે કર્યા છે તે તેના વસંતરૂપી હાથીને સુવાને માટે ધૂળની પથારી કરવાને માટે જાણે તેમ કરતે હેય. - વળગેલા ભ્રમરના શબ્દથી ભરાઈ રહેલું ડોલરનું નવું ફુલ તે વસંત માસના જન્મોત્સવમાં મંગળના શંખની લીલા ધારણ કરે છે. 41. હિમઋતુ ગયા પછી ઉનાશથી ખેદ પામેલ મલયાચળ ખરેખર શીતોપચાર સેવે છે કે જેથી વીંજણાની ઉપમાને પામેલાં ચંદનપત્રોનો પવન વાય છે. કોમળ હૃદયવાળી સ્ત્રીઓના મનમાંથી ઉત્પન્ન થઈને ગાનના વેગે ભાગેલા કામદેવને જાણે જીવતો પકડવા માટે વાયુ તેની પછવાડે દિશાના મુખમાં ભટકે છે. લીલાનો અસ્પષ્ટાક્ષરવાળો પંચમરાગ જે વિગિનીઓના કંઠમાં પરવશ થયો થકો લટે છે તેણેજ કામદેવનું કામ કર્યું. કોયલના પંચમનાદને તે પુણ્યવડે યશ (પ્રાપ્ત) થયો. એટલે કામિનીના કંઠના નાદેજ કામદેવનું કાર્ય સિદ્ધ થયું. 44. - પ્યાદાઓને ચાલવા સારૂ (સંવર્ગણ?) ચંપાના ફુલના ઢગલાની રચના વડે મર રાજાનો સામંત વસંત જાણે હેમ પાથરતે હેાય. 45. આંબાના ઝાડની મંજરી (મહોર) માં ફરે છે, નાના પ્રકારની કળિનાં મુખ ચુંબે છે જાણે સ્ત્રીયારાજ્યના મધ્યમાં રહ્યા હોય એવો ભ્રમર ક્ષણ માત્ર પણ સ્થિર થઈ શકતો નથી. 1. મૂળમાં વમેવ છે ત્યાં ક્ષામત્રમેવ હોય તો સારું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust