________________ આપનાર, તે વિક્રમનૂપ પિતાના વિક્રમથી સ્વર્ગને પણ ભરી દેનાર, અને વિશ્વજૈન નામનું પંચદંડનું છત્ર ધરાવત, અતિ શોભે છે. 14- 15-16-17-18-19-20-21-22-23 તેવા શ્રીરાજરાજ વિક્રમ મહીપતિને પરમાનંદ આપનાર અપૂર્વ પ્રબંધ હું કહું છું-૨૪ - શ્રીયુક્ત એવા વિવેકરૂપ બુદ્ધિવાળા વિક્રમ નરેંદ્રના, કવિકેવિદોએ રચેલા એવા અનેક પ્રબંધ છે–ર૫ પાંગળો મેરુ ચઢવા મથે, કે ક્રમ થકી આકાશમાં ક્રમણ ઈચ્છ, સાગરને ચાંગળાથી પીવા પ્રયાસ કરે, તે તેમને કઈ પણ કદાપિ પાર ? પામે–૨૬ પણ વિક્રમાંદિત્યના ગુણની ગણના કરવા કોઈ સમર્થ નથી, છતાં હું વામણો જેમ ઉંચા પુરુષે લઈ શકાય તેવા ફલની ઈચ્છા કરે તેમ ઈચ્છા વાળે થયે છું-૨ વાથી વીંધાયેલા મણિમાં જેમ કોમલ સત્ર પણ પેશી શકે છે, તેમ પૂર્વ કવિઓએ જયાં દ્વાર કર્યું છે, એવા એ વિષયમાં પણ મારી મતિ સંચરશે–૨૮. જે પૂર્વે દેવરાજ', દેવથી અધિષિત એવું બત્રીશ પુતળીયુત-ચતુરસ ચતુશાલ, બત્રીશ વહેંત પહોળું, આઠ વહેંત ઉંચું, ચારે દિશાએ યક્ષરાજોએ અલંકૃત, આપેલું; તે સિંહાસન ઉપર રહેલી પુતળીઓએ ભકિતથી, ભોજરાજના ભવનમાં, શ્રીવિક્રમનરેન્દ્રની કીર્તિ, સાર્થ અને સવિસ્મય તથા મહાચર્ય યુક્ત એવી બત્રીશ કથાથી જેવી રીતે ગાઈ, તેવી જ રીતે તેમને મોઢેથી સાંભળી પૂર્વ સરિઓએ ગુંથી રાખી છે, ને પછીથી તેમાં નવા નવા રસરંગભેદ વધ્યા છે. 28-29-30-31-32 -33 - 1. ઇ. 2. ચાર ખુણાને ચાર શાલાવાળું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust