________________ 447 સપુરુષ ઉપર પ્રીતિ, મંત્રસંશયમાં બુદ્ધિ વાપરવી, નિંઘથી દૂર રહેવું, એ દશ કલા મહા ઔષધ છે-૨૫-૨૬, ચેસઠ કલાયુકત, અને બહોતેર કલાપૂર્ણ, તે રાજા દેવેંદ્ર જેવો શોભતો હતો-૨૭ પાસેજ એક મહાગ્રામ હતું, તેનું નામ સુગ્રામ હતું, ત્યાં ઉત્તમ ગુણ વાળો એક ધનદ નામને શેઠ રહેતો હતો–૧૮ તેની ભાર્યા તારકા નામની હતી, સદા સ્વામિભકિતમાં તત્પર રહેતી, તેમને એક પુત્ર મહાબુદ્ધિમાન બુદ્ધિસાગર એ નામને થયે-૨૯ તે પાંચવર્ષનો થયે એટલે તેને પંડિતને સાં, ને તે પણ બુદ્ધિવિજ્ઞાનના વેગે કરીને શાસ્ત્રપારંગત થયે-૩૦ બુદ્ધિસાગર બાર વર્ષનો થયો ત્યારે તેની માતા મરી ગઈ ને પિતાએ નવી વહૂ કરી– 1 તે નવી માતા તેને સારૂ ભજન કે ધૂતાદિક કાંઈ આપે નહિ, એવું જ પ્રાયઃ બને છે કે શેકના બાલક ઉપર બહુ વૈર રહે છે-૩૨ ટાઢું ખાવા માટે છોકરે બેસે તે વખતે દૂધ વિગેરે માગે તે પેલી માતા તેને કહે-૩૩ કે દહીથી ગાત્ર શિથિલ થાય છે, દૂધ શ્લેષ્મ કરે છે, ધીથી રોગ વધે છે, માટે હે પુત્ર કાંજી પી-૩૪ મને નિષ્કારણ નઠારું ભોજન આપી મારી વંચના કરે છે તે જે જેવું કરે તેને તેવું ફલ આપવું -35 ધનદ વૃદ્ધ હતો તે અંગે અશક્ત હતા, તેથી તેણે ગૃહને જે સાર હશે તે પેલી સ્ત્રીને સાંપ્યો હતો-૩૬ રાત દિવસ બીજું જે પ્રાપ્ત કરતો તે પણ તેને સાંપતો, ને તે પણ , તેની ભક્તિ કૂડ કપટ વિના કર્યા જતી-૩૭ એક વાર રડત્રીએ ધનદ પિતાના પુત્ર સમેત આવતો હતો તે ઘર આગળ આવ્યું એટલે પુત્રે કહ્યું–૩૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust