________________ 493 કદાચિત બાલકની પેઠે એના ઉપર બેસવાની જ ઈચ્છા હોય તો વરિત વિક્રમ જેવા થાઓ-૧૧ રૂપકતાનું બોલવું સાંભળી ભેજે કહ્યું છે.વરાનને! સત્ય કહે, વિક્રમ કેક હતો-૧૨ ત્યારે પૂતળીએ કહ્યું હે ભેજભૂપાલ! સાંભળે, તેના જેવો રાજશેખર કઈ થયું નથી-૧૩ અન્યાર્થે વિદેશમાં પરોપકારી વિક્રમે પિતાનો દેહ આપે અને દેવી પાસેથી મળેલે વર બીજાને આપી દીધો એવા વિક્રમ કરતાં અધિક કોણ?..૧૪ પરાક્રમપૂર્ણ અને ભૂપાલમંડલનો અધિષ્ઠાતા એવો વિક્રમ ઉજજયનીમાં ઉત્તમ રાજય કરતો હતો--૧૫ એક વાર શ્રી મહાકાલચૈત્યમાં પાર્થજિનેશ્વરને નમન કરવા, ગુણ નિધિ અને ભાવપૂર્ણ રાજા ગયે-૧૬ જિનને નમન કરી સંધ્યાકાલે પુરી તરફ આવતે જરા વાર કોઈ વૃક્ષતલે ઉભ-૧૭ તે વૃક્ષ ઉપર દિવ્ય વિભૂષણવાળી દેવીઓ આવી હતી તે પરસ્પરથી પ્રીતે વાત કરતી હતી-૧૮ એકે કહ્યું કે મારી સખીનું કાર્ય છે માટે રત્નપુર નામના પુરમાં જવું છે.-૧૯ . ત્યારે બીજીએ કહ્યું છે પ્રિય! તું એકલી કેમ જઈ શકે ! અમે પણ વિવાહતુક જોવા આવીશું.- 20 આ વૃક્ષ ઉપર બેઠે બેઠેજ આપણે સુખે ત્યાં પહોચીશું એમ તેમણે કહ્યું તે વિશે સાંભળ્યુ-૨૧ સાંભળીને તે ખુશી થયે કે મને દેશાંતર જોવાનું બહુ મન છે, ને આ યોગ કાંઈ પણ પ્રયાસ વિના સાથે આવ્યા છે.૨૨ : આવું ધારીને પોતે વૃક્ષના પિલમાં ભરાયે, ને પછી વૃક્ષ, દેવીના [, પ્રભાવથી, રત્નપુરમાં ગયું-૨૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust