________________ 402 ચંદ્રકાંતાએ ભેજરાજને કહ્યું આવું પરાક્રમ હેય તે સિંહાસને બેસે -27 મહાપરાક્રમયુક્ત, અતિસત્ય, ને બહુ આશ્ચર્યમિશ્ર, એવી વિક્રમની કથા સાંભળી ને ભેજે વિક્રમની પ્રશંસા કરતે કરતે સભામાં બેશી રાજકાર્ય કર્યા-૨૮ . .રામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની સત્તાવીશમી કથા થઈ.-૨૯ ઇતિ સિંહાસનબ્રાત્રિશિકાની સત્તાવીશમી કથા. - વળી શુભગ્રહયુક્ત મુહૂર્ત સાજને લેઈ ચતુર ચિત્તવાળે ભેજરાજા સભામાં આવ્યા--૧ - પ્રાભાતિક કૃત્ય કરી, મંત્રાદિક સ્મરણ કરી, દેવાર્ચન, ગુરુપૂજન તથા ગુરુપાદપ્રણમન કરી, પૂજયવર્ગને નમન કરી, દીનલૅકને દાન આપી, ધર્મકાર્યનું ચિંતન કરી, પિતાનું શાસ્ત્ર હૃદયમાં ધારી, ઉત્તમ પ્રકારે દંતધાવન કરી, અનેક શાસ્ત્રજ્ઞા સાથે વાર્તા કરી, રાજાએ ઉત્તમ ' વિધિથી નાન કર્યું.-૨-૩-૪ . - સૂક્ષ્મવસ્ત્રથી અંગ લૂછી, સુગંધી ચંદન અંગે ચર્ચા, ને દિવ્ય વસ્ત્ર પરિધાન કરી, ઉત્તમ આભૂષણથી શેભા બનાવી, રાજપરિવારને લેઈ, બિંદીજનેનાં બિરુદ સાંભળતો, જગદાનંદદાયક માલવેશ્વર, ઘણાક જનસમેત, વિકમાર્કના સિંહાસન પાસે આવે--૫-૬-૭ જમણે પગ ઉપાડીને જે સિંહાસન ઉપર મૂકે છે તેવી રૂપકાંતા - બોલી ઉઠી. નિરુપમગુણયુક્ત એવી તે અઠ્ઠાવીશમી પૂતળી બેલી હૈધારાધીશ! આ આસને તમારે માટે નથી--૯ પૂજયનું જે આસન, અને અમારા જેવી બત્રીશ દેવતાધિષ્ઠિત તેની તે સેવા કરવી ઉચિત છે-૧૦ P.P. Ac. (Unratnasuri M.S. Jun Gun Aaradhak Trust