________________ ચેલા છે, જેની કાંઇક છાયા આ ગ્રંથમાંનાં પણ કેટલાંક પદ્યમાં જણa છે ખરી. - જૈનોએ ઈતિહાસને કામ લાગે તેવી કેટલીક વાતોને તેમના અનેક Hથામાં સંગ્રહ કયો છે, અને ગુજરાતના ઇતિહાસ પર તેમના તેવા વિા ગ્રંથમાંથી કેટલીક અમલ્ય સાહાસ્ય મળે છે એ વાત ઉપકાર સાથે -વીકારવા જેવી છે. પરંતુ વિક્રમચરિત્રમાંથી તે વિક્રમાર્કને વિષે આપ ને બહુ થોડી ખબર મળે છે. વિક્રમાકે રાજાનો સંવત્ ચાલે છે તેથી ધિષિ કપ્રસિદ્ધ છે કે આજે તેમને થયાને 1951 વર્ષ થયાં પણ દા. મેક્ષમ્યુલર, મિટેમ્પલ, મિ. કસન, વગેરે પ્રાચીન શેધકોના મનમાં એવા સંશય પણ ઉત્પન્ન થયે છે કે વિક્રમ સંવતનો આરંભ શક લેકિના વરાજય કરવાના સમયથી થાય છે તે વાત માન્ય રાખતાં પણ ઈસવી ન પછી પ૬ માં વર્ષમાંજ તે યુદ્ધ થયું હોય તેના કરતાં ઇસવી સને Hછી ત્રણ ચારસો વર્ષ થયું હોય એમ કહેવાને વધારે કારણ છે; કેમકે સવીસનનાં પ્રથમ ત્રણ ચાર શતકના કેઈ એક પણ શિલા લેખ તામ્રપટ આદિ કશું મળી શકતું નથી.+ જ્યારે વિક્રમાકના સમયપરત્વે આવા -વિવાદ છે ત્યારે જૈનોના આ ગ્રંથમાંથી આપણને વિક્રમ વિષે કાંઈ પણ ખબર મળતા તે તે બહુ ઉપયોગી થઈ પડત; પણ તેમાંનું અત્ર કાંઈ નથી. માત્ર બતરીશપૂતળીની વાતોનું અનુકરણ જ છે, અને તે સાધારણ વાચનારાઓને બેધદાયક તથા ઉપગી છે. વિક્રમચરિત્ર જે ગ્રંથ મને વડોદરા સંસ્કૃત પુસ્તકાલયમાંથી મળે 3તે તે ઘણે અશુદ્ધ છતાં મારાથી બની શકયું તેટલું કરી મેં શુદ્ધતા આપણી ભાષાન્તર કરવા યત્ન કર્યો છે. માગધી ભાષાનું મને સારુ જ્ઞાન નથી, છતાં માગધી ગાથાઓને તે ભાષા જાણનાર પાસેથી સમજીને પણ બનતા સુધી ગુજરાતીમાં તેમનો ભાવાર્થ આપ્યો છે. મારા સાંભળવામાં આવ્યું છે કે આ વિક્રમચરિત્રનું જૂની ગુજરાતી કવિતામાં એક ભાષાન્તર છે પણ તે હજુ મને મળી શકયું નથી. * વડોદરા મ. ન. દ્વિવેદી. 27-11-94. * og at India : What it can teach us ? .: + કઈ વિધાન કે શોધક આવા તામ્રપત્ર કે લેખ આદિ મને મોકલી આપશે તે ઉપપર થશે. દાક્તર મ્યુલરે એવા એક બે લેખ પ્રસિદ્ધ કર્યા છે તે મારા જાણવામાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust