________________ 390 મહા મહીનાની બહુ કરડી ટાઢ પડતી હતી, ને હાડકાં વિંધાઈ જતાં હતાં, તેથી કાદવમાં પડેલી પેલી ગાય ભયભીત થઈ કંપવા લાગી–૪ દયાર્દુ રાજાએ હર્ષથી તેના ઉપર પિતાનો ઉપરણો નાખે ને તેની ટાઢ ખાળી–૫ ઘણો પવન વાતો હતો ને ટાઢ પડતી હતી છતાં વિક્રમે ઉઘાડે શરીરે આ રીતે ગાયની રક્ષા કરી-૬ સિંહરૂપ દેવ તેની પાસે આવે એટલે હાથમાં તરવાર લઈ રાજા તેને સન્મુખ થયો-૭ એવામાં ત્યાં એક મહાવૃક્ષ ઉપર એક ઉત્તમ શુકરાજ બેઠો હતો તે મનુષ્યવાણી થકી બોલી ઉઠ-૮ અરે ! માલવદેશનું રાજય શા માટે આમ વ્યર્થ ગુમાવે છે! ગાય તે આજ નહિ તે કાલ પણ મરવાની જ છે–૮ હે નૃપ ! તારા પ્રાણને તૃણની પેઠે શા માટે તજે છે? તું તારે ઘેર જા કે નીરાંતે આ વૃક્ષ ઉપર ચઢ-૧૦ આવું સાંભળી વિક્રમે કહ્યું છે શુકરાજ! એવું મા બેલે, આવું વચન તે બાયેલાને વહાલું લાગે-૧૧ આગળ દિલીપ રાજાએ ગાયને વાતે સિંહને પિતાનું શરીર આપ્યું છે એ વાત પ્રસિદ્ધ છે–૧૨ તે રીતે હું પણ મારો દેહ એને માટે આપીશ, મારામાં જીવ છે. ત્યાં સુધી એને કઈ મારી શકનાર નથી–૧૩ આ પ્રકારનું રાજાનું સાહસ જોઈને પેલા બન્ને દેવતા પિતાનાં વસ્ત્રાભૂષણયુક્ત રૂપથી રાજા આગળ પ્રત્યક્ષ થયા–૧૪ - તેમાંના એકે રાજાને કહ્યું છે સજ્વાધિક ! દેવને પણ દુર્લભ ! તમારા ગુણની સ્તુતિ પુરંદરે દેવસભામાં કરીને તમારો અદ્ભુત મહિમા બતા--૧૫-૧૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust