________________ 387 દશહત, ઉપાંશુ, સોથ, પ્રતિગ્રહ, હિતાગ્નિ, વિદ્વાન, અભ્યદય, એ પૈવતરવરતાન છે–૬૩ અશ્ચિમ, અત્યષ્ટિમ, વાજપેય, પેડશ, પુંડરીક, અશ્વમેધ, રાજસૂય, એ જેનાં તાન છે–૬૪ અક્રાંત, અક્ષકાંત, દિવ્ય, સૂર્ય, ગજ, બલિ, યક્ષ, એ ગાંધારનાં છે–૬૫ સાવિત્રી, અર્ધસાવિત્રી, સર્વતોભદ્ર, અંગવાયન, આદિત્યાયન, સર્પયન, કડપાયન, એ પંચમનાં તાન છે; સર્વસ્વદક્ષ, શ્રીદક્ષ, સૂત, સુમન, તતુ, તના, સ્વાહા, એ નિષાદનાં, તાન છે; એમ સાતે સ્વરનાં પ્રત્યેક . સાત સાત તાન છે-૬૬-૬૭-૬૮ નારદ, તંબુરુ, વિધુમાલી, શુધ્ધાંગ, સુખ, સુયસ્ય, ઈત્યાદિ દેવવલ્લભ, તથા નંદિબંદિ ગણપત ગંધ, સર્વે ત્યાં આવીને ભાત ભાતનાં નત્યગીતાદિ ચલાવવા લાગ્યાં-૬૯-૭૦ હાહા, હું છું, ઇત્યાદિ સર્વે હાસપ્રહાસયુક્ત વિવિધ નાટક દેવેન્દ્ર આગળ કરવા લાગ્યા–૭૧ ચક્ર, ગોલક, ગોખંદ, ચેસઠહાથ, અષ્ટોત્તરશતકિરણ, ઈત્યાદિથી તેમણે ઈદ્રને રંજિત કર્યો–૭ર | લાસ્ય, તાંડવ, મિશ્ર, ત્રણ પ્રકારનું નાટય કર્યું તે પછી ઈ કે સહસા નજર ફેરવી તો દેશ ગ્રામ પુર ઇત્યાદિ થકી પરિપૂર્ણ એવા સમસ્ત ભારતખંડમાં ઉજજયિનીને વિષે સભામાં બેઠેલા વિક્રમને દીઠે-૭૩–૭૪ તેને જોઈ દેવેન્દ્ર મસ્તક ધૂણાવ્યું કે અહે ! મહીતલને સ્વામી શ્રાવિક્રમ મહા ભાગ્યવાનું છે–૭પ તેવામાં એક દેવે પૂછયું છે સ્વામિ આપે અકસ્માત્ મસ્તક ધૂણાવી હાસ્ય કર્યું તેનું શું કારણ છે?—૭૬ બાલકની મૈત્રી, અકારણ હાસ્ય, સ્ત્રી સાથે વિવાદ, કુપુરુષની સેવા, ગર્દભયાન, અસંરકૃતિવચન, એટલાથી માણસ લધુતાને પામે છે–૭૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust