SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૯ રાજા જેવો એ ઉત્તમ સિંહાસને બેસવા જાય છે કે હું સગમના નામની પૂતળી બોલી ઉઠી-૫ હે સ્વામિનું આ પૂર્વ દિશા નથી, નદી નથી, મહાસરોવર નથી, ઉંદરનું દર નથી, ક્ષુદ્ર સ્ત્રીની શમ્યા નથી, કંદોઈની દુકાન નથી, રસ્તામાં આવેલી પરવ નથી, ઉદીચ્ય બ્રામણની વાત નથી, અપુર જાતિને સમૂહ નથી, લિંબુંનું પાણી નથી, દશાની નાત નથી, અનની સુભદ્રા નથી, કે ઉત્તમ મધ્યમ કે આધમ કે અધમાધમ, કે નિર્ધન સાધન રાજરંક, રાગી વિરાગી, સામ્ય , ગુણી નિર્ગુણ, ભેગી ભેગરહિત, કુલીન અકુલીન, દાની કૃપણ, સદાચારવાળો પાપી, સબલ નિર્બલ, બધાએ મરજી પડે તેમ આવીને બેસે એવું આ સિંહાસન જાણવું--૬- 7-8 -9-10 -11 આ તો સિંહની ગુફા જાણવી, સિંહનું જ એ ઉત્તમાસન જાણવું, એના ઉપર તે શ્રીવિક્રમજ શોભે-૧૨ કદાચિત ધુણાક્ષરન્યાયથી કાઈ સાહસી વિક્રમાદિત્ય સદૃશ થાય. તે તે ભલે બેસે-૧૩ આવું સાંભળી ભેજરાજે હંસગમનાને પૂછયું કે વિક્રમરાજા કેવાક હતા - 14 હંસગમનાએ મેજરાજાને ફુટ રીતે વિક્રમરાજાના ગુણનો પ્રક કહી બતાવવા માંડ-૧૫ નાગેશ્વર પાસેથી મેળવેલું શુદ્ધ અમૃત જેણે, પે.તાના સૈયને મરણની દિશામાં રહેવા દેઈ, યાચના કરતા શત્રુસન્યને આપ્યું, એ વિક્રમ જેવો ઉદાર પૃથ્વી ઉપર બીજો નથી. 16 માલવદેશમાં ઉજજયિનીને વિષે પરમધ્યાનતત્પર એ પુણ્યાત્મા શ્રીવિક્રમ રાજય કરતે હતો--૧૭ તે આકાશમાં જેમ ચંદ્ર શોભે છે તેમ ત્રણે ભુવનમાં શોભા પામી વિખ્યાત થયે હતો--૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy