________________ 619 જ્યાં મન જાય ત્યાં પવન જાય છે, જ્યાં પવન જાય ત્યાં મન જાય છે, માટે એ ઉભયે તુલ્ય ક્રિયાવાળાં છે, ક્ષીરનીરની પેઠે તેમને જાણવાં-૧૦૦ - દેશરૂપી નગરમાં, પવનગિરિ ઉપર, લિંગવાળા ગૃહમાં, ચિપામૃત સમુદ્રમાં, જેમનું મન લીન થયું છે તેવા જીવન્મુક્ત નર ગહન સંસાર સમુદ્રથી તર્યા છે એમ અમારી મતિ કહે છે, બાકી બીજા વાદીઓને ગમે તેમ લ-૧ શુદ્ધ થઈ, પદ્માસને બેશી, ગુદચક્રમાંથી અપાનને ઉર્ધ્વ આકર્ષ તેને પ્રાણશકિત્ત સાથે મેળવી, એકાકાર કરી બ્રહ્મરંધમાં લઈ જઈ, શિવ સાથે સમરસ થવું તે તો કોઈ ભાગ્યશાલીજ સાધી શકે છે–૨ વિક્રમ તેને નમરકાર કરીને હાથ જોડી ઉભા રહ્યા અને એકાગ્રલક્ષથી તેના વદનપંકજ ઉપર જઈ રહ્યા-3 થોડાક સમય પછી ગેન્દ્ર વિક્રમને કહ્યું હું કલિકાલના બલિરાજા ! સશ, દારિહર્તા, સમર્થ, શેભનાકાર, કરુણાસાગર, તમે મનુષ્યને દુર્ગમ એવા આ માર્ગ શી રીતે આવ્યા ?-4-5 વિક્રમે કહ્યું હે ગેન્દ્ર ! તમારાં દર્શનની લાલસાથી, તમારક ધ્યાનના પ્રભાવવડે. ગરુડની પેઠે આવી પહે -6 - આજ આત્મા નિર્મલ થયે, પુરાતન પાપ નાશ પામ્યાં, મારાં પુણ્યનો ઉદય થે, હે યોગેંદ્ર ! તમારા દર્શનથી હું કૃતકૃત્ય થયે-૭ - સાધુનું દર્શન સવંદા પુણ્યકારી છે, કેમકે સાધુ તેજ તીર્થ છે, તીર્થ તો કાલે કરીને પવિત્ર કરે છે, પણ સાધુ સમાગમ તુરતજ પાવન કરે છે-૮ આખા જન્મથી દેશાન્તર કરવાને મારો જે પ્રયાસ તે આજ સફલ થ, તમારાં દર્શનથી ઈષ્ટકાર્યમાત્ર કરી થયાં એમ માનું છું-૯ વિચિત્ર એવા ઉપાધિમાર્ગમાં ફરતાં પણ કોઈ વાર એવા મહંતને સમાગમ બની આવે છે કે જેના સંસર્ગથી સંસારને પરિશ્રમમાત્ર સફલ થાય છે–૧૦ શિષ્ટને સંગ, શ્રુતિને રંગ, ધ્યાન ઉપર મતિ, ધૃતિ ઉપર વિશ્વાસ, દાનની શક્તિ, અને ગુરુની ભકિત્ત, એ છ સુકૃતાકર છે-૧૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust