________________ 254 એકવાર કૌતુક જોવા માટે રાજા દેશાંતર ગયો, ને ભમતો ભમતે કોઈ ઉત્તમપુરમાં જઈ પહોચ્ચે-૧૨ રરતામાં થાકી ગયેલ તેથી બહાર એક વાડીમાં ઘર હતું ત્યાં બેઠા, અને ત્યાં એક ગિદ્ર બેઠો હતો તેને ન–૧૩ તેણે કહ્યું છે વિક્રમાદિત્ય! ક્યાંથી આવ્યા ? એ સાંભળીને રાજાએ બહુવિમય પામી પૂછયું કે, હે ગીશ્વર ! તમે મારું નામ કયાંથી જાણેછો ? ત્યારે યોગીએ કહ્યું કે જ્ઞાનદૃષ્ટિથી જાણું છું, અને મેં તમને અનંતીમાં દીઠા પણ છે.-૧૪-૧૫ હે ભૂપ! હું ઠીક કહું છું કે તમે શા માટે આ રીતે ભમો છો ? અને રાજયને તજીને રસ્તામાં એકલા વિચારે છે-- 16 * પગ અને ઝગ ધૂળથી મેલાં થયાં છે, કપડાં મલિન થયાં છે, મુખ અને મસ્તક ઉપર ખેર ચોટ છે, એમ ગમે તે ગુણરત્નનિધિ હેય તે પણ પથિક થાય તે પથે જતાં ગરીબડા જે દેખાય-૧૭ પંથે સમાં નથ્થિ જરા વિજ્ઞાણ સમો બંધ નથ્થી પુત્તસમ નથ્યિ સુહું મરણ પરિભો નથ્થી-૧૮ હે રાજા ! સર્વત્ર વિદ્મનો સંભવ છે, ને પરરાજ્યમાં વિશેષે છે, માટે પ્રધાનપુરુષોએ કદાપિ એકલા ન ફરવું- 19 કુલમાં જે મુખ્ય હોય તેનું સર્વ પ્રયત્નથી રક્ષણ કરવું ઘટે, કેમકે તેને નાશ થતાં કુલનો નાશ થાય, નાભિભંગ થતાં એકલા આરાથી કાંઈ ગાડું ચાલે નહિ-૨૦ " રાજય છે તે બહુ ચિંતાનું ભરેલું છે, વૈરનું કારણ છે, અવિશ્વાસનું સ્થાન છે, માટે જ દુ:ખમય કહ્યું છે. 21 - ગજ, સેવક, અશ્વ, રથ, લોક, ધન, એ સર્વથી સર્વદા રાજાનું રક્ષણ કરવું કેમ કે તેમનાથી જ બધું સચેતન છે-૨૨ ગીએ આવું કહ્યું ત્યારે વિક્રમે કહ્યું કે, હે ગીંદ્ર ! માણસને જે ભાવિ હેય તે થાય છે.-૨૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust