________________ 243 રામચંદ્રસૂરિકૃત એવા શ્રવિક્રમાર્કના સિંહાસનપ્રબંધની બારમી કથા સંપૂર્ણ થઈ--૧૮ ઇતિ સિંહાસન દ્રાવિંશિકાયાં દ્વાદશમી કથા સંપૂર્ણ વળી મુહુર્ત આવ્યું ત્યારે ઉત્તમ સામગ્રી કરાવી ને વિદ્વજનેસમેત રાજા સભામાં આ--૧ જે ભેજરાજા સિંહાસન ઉપર બેસવા જાય છે તેવી વિપ્રિયા અતિ હર્ષથી બોલી–૨ હે વિદ્રજજનશ્રેષ્ઠ શ્રી ભોજરાજ ! આ શુભ સિંહાસને બેસવું ગ્ય નથી.-૩ જે વિક્રમાદિત્યના જેવી દાનશીલતા હોય તે આ શુભસિંહાસને વિરાજ-૪ એ કાષ્ટ પાષાણ અને ધાતુના કટકાનું બનેલું છે એમ નથી, પણ એ આનંદ અને સમભાવ એવું સિંહાસન દેવતાઓનું બનાવેલું છે.-૫ આવા ભવ્ય સિંહાસનને તમારે તે નિત્ય પૂજા કરી નમન કરવું, કેમ કે ગુરુ અને દેવતાના પાદપીઠ પૂજ્યજ છે.-૬ - પ્રભાતસમયે પુષ્પાદિ અષ્ટપ્રકારથી બહુ ઉત્તમ રીતે, હે ભાગ્યવાન શ્રી ભોજ! તમારે એની પૂજા કરવી જોઈએ--૭ હે નરેશ્વર આવા વૃથા પ્રયાસને ખેદ શા માટે વેઠે છો ? જે અયુક્ત ફલની આકાંક્ષા રાખે છે તેને વિધિ પણ નિવારણ કરે છે. 8 સુસ્વાદ અને સરસ એવી દ્રાક્ષ કાગડાને કદાપિ ઉચિત નથી, એટલાજ માટે દ્રાક્ષને પાકવાને વખતે તેને મુખપાક થાય છે. 8 પંડિત એક પગે ચાલે છે ને એક વડે ઉભા રહે છે, આગળ પગ મૂકવાની જગ વિના પાછલું સ્થાન પંડિત તજતા નથી–૧૦ માટે હે રાજેન્દ્ર! તમે પણ તમારું જે હોય તે સિંહાસને બેસે, મેચની ગર્જના સાંભળીને પાડા ગાંડા થાય છે તેમ ના કરે-૧૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust