________________ ' 14 : ભોજરાજ સમેત 108 રાજાઓએ મળી સેનાની સાંકળથી બાંધી સંહાસનને ખેંચવા માંડયું.-૧૪૯ તે સર્વતોભદ્ર આસન જે છત્ર ચામરાદિ રાજચિન્હયુક્ત હતું તે સમેત વિમાનની પેઠે ચાલ્યું.-૧૫૦ - નપસ્ત્રીઓ તેને સ્થાને સ્થાને મોતીથી વધાવતી હતી, ને ભાટ ગંધવૈ આદિ તેના ગુણ ગાતા હતા.–૧૫૧ - તેની આગળ ભેજરાજાદિ રાજેન્દ્રો, સામંતો, મંડલી કે, મંત્રીઓ, મહાજન, વગેરે ચાલતા હતા.–૧૫૨ ચારે તરફ ગજ, અશ્વ, રથ, પદાતિ આદિ અસંખ્ય ચાલતાં હતાં, ને દેશ દેશથી આવેલ વાદિત્રના નાદથી બહેરા થઈ જવાય એ ધ્વનિ આકાશમાં છવાઈ ગયે હતો–૧૫૩. પગે ચાલતા રાજાઓ, તેમ સ્વર્ગ સ્તુતિ કરતા દેવતાઓ, તેની ઉત્તમ પુષ્પ ફલાદિથી પૂજા કરતા હતા–૧૫૪. એ પ્રકારની મહાભક્તિ સમેત, ને મહત્સવ સાથે, સદા આનંદરૂપ તે સિંહાસન ધારાપુરીમાં આવ્યું–૧૫૫. . તે વખતે ધારાપુરીના લેક હર્ષપૂરથી પ્રપૂર્ણ થઈ, બજારનાં હાટને શણગારી, સામા આવ્યા–૧૫૬. ' ઝુલી રહેલાં તેરણાથી, વાઘનાદથી, કુંકુંભસાથીઆથી, મુકતાફલના પ્રકરથી, પુષ્પમાલથી, સુવર્ણકુંભથી, વરસ્ત્રીનાં નાટ્યગીતથી, રાસખેલથી, એમ વિવિધ વિરચનાથી પુરલેકે ચઉટું શણગાર્યું હતું–૧૫૭-૧૫૮. એવા રમ્ય, અને ભેરીના નાદથી ગાજી રહેલા, ચઉટામાં, ત્રણે લેકને આશ્ચર્ય આપનારું સિંહાસન આવ્યું, એટલે તેને સહસ્ત્ર સ્તંભ વાળ સભા મંડપમાં, સ્થિર કાર્યના જાણ પુરુષેએ સ્થિરાંશમાં રિથર લગ્ન પૂર્વાભિમુખ સ્થાપ્યું–૧૫૯-૧૬૦. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust