________________ 85. તૃતીય પ્રસ્તાવ. મારા ઉપર અકૃત્રિમ પ્રેમ રાખે છે તેથી મારે દુઃખ અંગીકાર કરીને પણ આનેજ આશ્રય લે ગ્યા છે. રાજ્યને લાભ તે સુલભ છે, પરંતુ આવા સનેહી માણસ મળવા દુર્લભ છે.” એમ વિચારી તે બોલી કે–“હે ભાગ્યવાન્ ! મારા પ્રાણ પણ તમારે આધીન છે. હું તમારી સાથે આવવા તૈયાર છું. શું તમે આ નથી સાંભળ્યું કે अंधो नरिंदचित्तं, वरसाणां पाणियं च महिला य / तत्तो गच्छंति फुडं, जत्तो धुत्तेहि निज्जति // 1 // “અંધ માણસ, રાજાનું ચિત્ત, વરસાદનું પાણું અને સ્ત્રી આટલા જણ જ્યાં ધૂર્તી (પ્રેરક) લઈ જાય ત્યાં જ જાય છે.” તે સાંભળી પિતાના મનોરથ સફળ થયાં જાણી મિત્રાનંદે રાજકન્યાને કહ્યું કે –“હે ભદ્ર! જ્યારે હું તારા મસ્તક પર સરસવના દાણું નાંખું ત્યારે તારે કુંફાડા મારવા.” તેણુએ તે અંગીકાર કર્યું. ત્યારપછી તે રાજાની પાસે આવી બોલ્યા કે-“હે રાજન ! તે મરકીને હું સાધી શકીશ, પરંતુ એક શીવ્ર ગતિવાળે અશ્વ તૈયાર રાખજે કે જેથી તેના પર મરકીને ચડાવી રાત્રિમાં જ તમારા દેશની બહાર તેને હું લઈ જઈ શકું. જે કદાચ માર્ગમાં સૂર્યોદય થશે તે તે ત્યાં જ રહેશે.” તે સાંભળી ભયભીત થયેલા રાજાએ વાયુ સરખા વેગવાળી મને ભીષ્ટ નામની જાતિવંત વડવા (ઘેડી) તૈયાર કરાવી તેને સેંપી. ત્યારપછી સંધ્યા સમયે રાજપુત્રીને કેશથી પકડીને રાજાના હુકમથી રાજસેવકોએ મિત્રાનંદને સેંપી. તે વખતે તેણે તેના પર સરસવ છાંટ્યા, એટલે તે કુંફાડા મારવા લાગી. મિત્રાનંદે તેને ગાઢ સ્વરે હાંકી, ત્યારે તે શાંત થઈ. પછી તેણીને તે વડવા ઉપર બેસાડી આગળ કરીને પોતે તેની પાછળ ચાલ્યા. રાજા પણ દરવાજા સુધી તેને વળાવી પિતાના મહેલમાં ગયા. ત્યારપછી માર્ગમાં જતાં રાજકન્યાએ મિત્રાનંદને કહ્યું કે“ હે સુંદર ! તમે પણ આ વડવા ઉપર બેસી જાઓ. આવું સારું વાહન છતાં શા માટે તમારે પગે ચાલવું જોઈએ ? " તે સાંભળી મિત્રાનંદ બે --" જ્યાં સુધી આ રાજ્યની સીમા ઉલ્લંઘન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust