________________ શ્રી શાંતિનાથ ચરિત્ર.. હણાયે હોય તે દુઃખી થયે. તેણે વિચાર્યું કે—“અહો ! મારે નિર્મળ વંશ આ દુષ્ટ કન્યાએ કલંકિત કર્યો. હવે કોઈ પણ ઉપાયથી આને એકદમ નિગ્રહ કરે યુક્ત છે, નહીં તો આ સમગ્ર નગરીના લકને મારી નાંખશે.” આમ વિચારી તે પાછા સભામાં આવ્યું, અને મિત્રાનંદને પૂછયું કે –“હે ભદ્ર! તેં મૃતકનું જે રક્ષણ કર્યું તે કેવળ સાહસથી જ કર્યું કે કાંઈ મંત્રશક્તિ પણ તારી પાસે છે ?" તેણે જવાબ આપે કે–“હે રાજન! કુળકમથી આવેલા મંત્ર પણ મારી પાસે છે.” તે સાંભળી રાજાએ તે સભાસ્થાને મનુષ્ય રહિતે કરી એકાંતમાં મિત્રાનંદને કહ્યું કે –“હે ભદ્ર ! મારી જ પુત્રી મરકી છે એમ જણાય છે, તેમાં કાંઈ સંદેહ રહેતું નથી. તેથી તું તારી મંત્રશક્તિથી તેનોનિગ્રહ કર.” ત્યારે મિત્રાનંદ બેલ્યા હે દેવ! આ અસંભવિત છે. આપના કુળમાં ઉત્પન્ન થયેલી કન્યા તું મરકી કેમ હોય?” ત્યારે રાજાએ કહ્યું –“હે ભદ્ર! તેમાં અસંભવિત શું છે? મેઘથી ઉત્પન્ન થયેલી વીજળી શું પ્રાણને નાશ કરનારી નથી થતી?” ત્યારે મિત્રાનંદ ફરીથી બે –“હે રાજન ! તો મને તે કન્યા દેખાડે, કે જેથી તે મારે સાધ્ય છે કે અસાધ્ય છે તેની હું દષ્ટિથીજ ખાત્રી કરૂં.” રાજાએ કહ્યું-“જા, ત્યાં જઈને તું જે.” રાજાના આદેશથી તે રાજપુત્રીના મહેલમાં ગયો. તે વખતે કુમારી સુઈને જાગી હતી. તેને આવતે જઈ તેણીએ વિચાર્યું કે તેજ આ પુરૂષ જણાય છે કે જેણે મારૂં કડું હરણ કર્યું છે અને મારા સાથળમાં છરીને પ્રહાર કર્યો છે. પરંતુ અત્યારે આ નિ:શંકપણે અહીં આવે છે, જેથી જણાય છે કે તે રાજાની આજ્ઞાથી જ આવે છે.” એમ વિચારી તેણીએ તેને આસન આપ્યું. તેના ઉપર બેસીને તે બેલ્યો કે–“હે ભદ્રે ! મેં તને મરકીનું મોટું કલંક આપ્યું છે, તેથી આજે રાજા તને મારે સ્વાધીન કરશે; તેથી જે તારી ઇચ્છા હોય તે તને હું મારે સ્થાને લઈ જઉં, અને અમરદત્તને મેળવી આપું. છતાં તેને રુચતું ન હોય તે આટલું થયાં છતાં પણ તને કલંક રહિત કરી ચાલ્યો જાઉં.” તે સાંભળી તેના ગુણ થી રંજીત થયેલી કન્યાએ વિચાર કર્યો કે–“ અહે ! આ પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust