________________ મેળવ્યું હતું, પરંતુ શ્રદ્ધામાં બહુ દઢ હતા. વ્યાપારમાં પણ સાહરતીક હd, દેઢા રિમાં દુકાને હતી તેના ચાલક હતા. યથાશક્તિ તપસ્યા પણ કરતા હતા. સિદ્ધાચળ, ગિરનાર, આબુજી, તારંગાજી, સંમેતશિખરજી, અંતરિક્ષજી, શંખેશ્વરજી. વિગેરે તીર્થોની યાત્રાને લાભ મેળવ્યા હતા. એકવાર પોતાનો પુત્ર પાંચ વરસનો થયા પછી તેને તેલ કરીને તેટલા રૂપીઆ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં આપ્યા હતા. તેઓ માત્ર સામાન્ય વ્યાધિમાં 50 વર્ષની વયે સં. 1978 ના. માહશદિ 4 થે મુંબઈ ખાતે સ્વર્ગવાસી થયા છે. તેઓ એક 11 વર્ષને પુત્ર છવાલાલ, બે નાની પુત્રીઓ અને એક વિધવાને મૂકી ગયા છે. એમના આત્માને અમે શાંતિ ઈચ્છીએ છીએ, . આ ભાષાંતર શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈએ કરેલું છે, અને સભાના પ્રમુખ શેઠ કુંવરજી આણંદજીએ સાવૅત તપાસેલું છે, તેમાં દૃષ્ટિદોષથી યા મતિ દોષથી જે કાંઈ ભૂલ રહી ગઈ હોય તેને માટે ક્ષમા યાચના છે અને તે સુધારી લેવા વિનંતિ છે. આ ચરિત્ર અત્યંત રસિક હોવાથી જેન વર્ગમાં બહુ પ્રિય પઈ પડશે એવો સંભવ છે. .. . - - * . તથાસ્તુ. જેય શુદિ 1 શ્રી જૈનધર્મ પ્રસારક સભા. ભાવનગર, સં. 1978 / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust