________________ વછ પ્રસ્તાવ. 317 એક માંચી, બલિદાનની છાબડી અને અગ્નિનું પાત્ર મૂકી તે ! બને ત્યાંથી ચાલી પર્વતના મધ્યમાં ગુફાના દ્વાર પાસે આવ્યા. ત્યાં રહેલી યક્ષપ્રતિમાની પૂજા કરી તે બન્ને ગુફામાં પેઠા. ત્યાં જે કઈ ભૂત, વેતાળ કે સંક્ષસ તેમને વિન કરવા ઉભે થતો હતો તેને નિર્ભયપણે સુલસ બલિદાન આપતો હતો. તે જોઈ યોગી પ્રસન્ન થયે. આગળ જતાં એક વિવર આવ્યું. તેમાં અત્યંત અંધારું હતું. તે અંધકારને દૂર કરવા માટે ભેંશના પૂંછડાને સળગાવી તેના પ્રકાશથી તે બનને જન પ્રમાણ તે વિવરને ઓળંગી ગયા. તેટલામાં ત્યાં ચાર હાથ લાંબો અને ચાર હાથ પહોળા એવા ચતુરસ્ત રસપ ઈતે બને હર્ષ પામ્યા. પછી યેગીએ તે માંચીને તૈયાર કરી તેની બે બાજુએ બે દોરડાં બાંધી સુલસને કહ્યું કે “હે સુલસ ! આ બે તુંબડાં હાથમાં રાખી આ મંચિકા ઉપર બેસી કૂવામાં ઉતર.” તે સાંભળી સુલસ બે તુંબડાં લઈ મંચિકામાં બેઠે; એટલે યેગી ધીમે ધીમે તે દેરડા મૂકતા ગયા. એ રીતે અનુક્રમે તે રસની સમીપે પહોંચે. પછી નવકાર મંત્રનો ઉચ્ચાર કરી તે રસ લેવા લાગે, તેટલામાં તેમાંથી શબ્દ નીકળે કે–“આ રસ કુષ્ટ કરે તેવો છે, તેથી હે સાધમિક! તું હાથવડે રસનો સ્પર્શ કરીશ નહીં. આ રસ જે શરીર પર લાગે તે પ્રાણને નાશ થાય છે. તું જેનધર્મને આરાધક છે, તેથી હું તને સહાય કરે. બને તું બડા તું મને આપ. હું તને રસથી ભરી આપું.” આ પ્રમાણે તેનું વચન સાંભળી સુલસ બે કે -" હું તને ધર્મબંધુને પ્રણામ કરું છું. કહ્યું છે કે अन्ने देशे जाया, अन्ने देशे वड्डिया देहा। जे जिणसासणरत्ता, ते य मे बंधवा भणिया // 1 // * “અન્ય દેશમાં ઉત્પન્ન થયા અને અન્ય દેશમાં શરીરે વૃદ્ધિ પામ્યા છતાં જેઓ જિનશાસનમાં રક્ત છે, તે જ મારા બંધુઓ કહેલા છે.” હવે તું મને તારૂં વૃત્તાંત કહે. મને આશ્ચર્ય ઉત્પન્ન થયું છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust